કેરાલામાં વધતા જતા કોરોનાના કેસોના કારણે ચિંતા વધી
કોચ્ચી: કેરાલામાં કોરોનાના વધતા જતા કેસોના કારણે ચિંતા વધી ગઈ છે.દેશમાં એક તરફ બીજા રાજ્યોમાં કોરોનાનુ જાેર ઓછુ થઈ રહ્યુ છે ત્યારે કેરાલામાં કેસ વધી રહ્યા છે.
કેરાલામાં છેલ્લા ૨૬ દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા હતા.એક સપ્તાહ દરમિયાન કેરાલામાં કોરોનાના કેસ વધી રહ્યા છે.ગયા અઠવાડિયે નવા કેસમાં સાત ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો. મંગળવારે કેરાલામાં નવા ૧૪૦૦૦ કેસ સામે આવ્યા હતા. જે આખા દેશના ૩૩ ટકા કેસ થવા જાય છે.ગયા મહિને ૧૦ જૂને ૧૪૦૦૦ કેસ સામે આવ્યા હતા
એ પછી એક ઓછા થવા માંડ્યા હતા પણ હવે ફરી કોરોનાના દર્દીઓની સખ્યા વધી ગઈ છે.છેલ્લા એક સપ્તાહમાં નવા ૮૪૦૦૦ કેસ સામે આવી ચુકયા છે. દેશમાં ૪૩૦૦૦ નવા દર્દીઓ નોંધાયા છે.જેમાંથી ૩૩ ટકા તો એકલા કેરાલાના છે.મંગળવારે ભારતમાં કોરોનાના કારણે ૭૦૩ મોત થયા છે.જેના પગલે અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી મરનારા લોકોનો આંકડો ચાર લાખ થઈ ચુકયો છે.કોરોનાના કારણે સૌથી વધારે ૧.૨૩ લાખ લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે.