કેરાલા પર ધ્યાન આપવા રાહુલ પ. બંગાળમાં પ્રચારથી દૂર રહ્યા
નવી દિલ્હી: કેરાલા અને આસામમાં ચૂંટણી સભાઓને સંબોધનાર રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારમાંથી ગાયબ છે.જેને લઈને આશ્ચર્ય સર્જાયુ છે.
પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાની ચૂંટણી માટે ૨૭ માર્ચે મતદાન થશે.આ મતદાન ૩૦ બેઠકો માટે થશે.આ બેઠકો પરનો ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે.પહેલા તબક્કાની ચૂંટણી માટે ભાજપ તરફથી પીએમ મોદી સહિતના બીજા દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો છે પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચારમાંથી ગાયબ રહ્યા છે. જાણકારોનુ કહેવુ છે કે, કોંગ્રેસ કેરાલામાં ડાબેરીઓ સામે ચૂંટણી લડી રહી છે
બંગાળમાં ડાબેરીઓ સાથે કોંગ્રેસે જાેડાણ કરેલુ છે.આ સંજાેગોમાં લેફટ સાથે ચૂંટણી પ્રચાર કરવાના કારણે કેરાલામાં કોંગ્રેસ નબળી પડી શકે છે.આથી કેરાલાને પ્રાથમિકતા આપીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બંગાળના ચૂંટણી પ્રચારમાં ઝુકાવી રહ્યા નથી.જાેકે કેરાલા અને આસામમાં રાહુલ ગાંધી સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
બીજી તરફ કોંગ્રેસની ચિંતા છે કે, બંગાળમાં વધારે પડતા આક્રમક પ્રચારનો ફાયદો ભાજપને મળી શકે છે અને મમતા બેનરજીની લડાઈ કમજાેર થઈ શકે છે. કોંગ્રેસને એવુ પણ લાગી રહ્યુ છે કે, જાે મમતા બેનરજી આ ચૂંટણી હારી જશે તો ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના દાવા પર પણ અસર પડશે.