કેરીબેગ માટે રૂા.૨૦નો ચાર્જ કરનાર કંપનીને રૂા.૩૮ હજારનો દંડ

મુંબઈ, દેશમાં શોપીંગ મોલથી લઈને બ્રાન્ડેડ સ્ટોર્સમાં ખરીદી કરતા ગ્રાહકો પાસેથી કેરીબેગના ચાર્જ લેતી કંપનીઓ તથા વેપારીઓ માટે એક લાલબતી સમાન ચુકાદામાં મુંબઈના બાન્દ્રાની ગ્રાહક અદાલતે એક હેન્ડબેગ ઉત્પાદક પર કેરીબેગના રૂપિયા ૨૦નો ચાર્જ વસુલવા બદલ આ કંપની પર રૂા.૩૮ હજારનો દંડ ફટકારી દીધો હતો.
ઈનટચ લેધર હાઉસ પ્રા.લી. પાસેથી રીમા ચાવલા નામના મહિલા ગ્રાહકે ખરીદી કર્યા બાદ તેને જે કેરીબેગ આપવામાં આવી તેના પર કંપનીની શોપીંગ એડ પણ હતી અને કેરીબેગના રૂા.૨૦નો ચાર્જ પણ લગાવાયો હતો.
જે બાબતમાં ગ્રાહક અદાલતમાં ફરિયાદ થતા કંપનીની આ હરકતને અનફેર ટ્રેડ પ્રેકટીસ એટલે કે અયોગ્ય વ્યાપારી રીત તરીકે ગણાવીને કંપની પર રૂા.૩૮ હજાર નો દંડ ફટકારાયો હતો જેમાં રૂા.૧૩ હજાર ફરિયાદ નોંધાવનાર રીમા ચાવલાને ચુકવવા આદેશ આપ્યો હતો જયારે રૂા.૨૫ હજાર ક્ધઝયુમર વેલફેર ફંડમાં જમા કરાવવા જણાવ્યું હતું.
ગ્રાહક અદાલતે જણાવ્યું કે, જયારે કોઈપણ ગ્રાહક ખરીદી કરવા આવે છે ત્યારે તેને એક કેરીબેગ કોઈપણ ચાર્જ વસુલ્યા વગર પુરી પાડવી એ વેચાણકારની ફરજ છે અને જે કેરીબેગ પુરી પાડવામાં આવી તે કંપનીની જાહેરાત સાથેની હતી.
આ અયોગ્ય વ્યાપાર પ્રવૃતિ ગણી શકાય. જાે કે આ કેસમાં કંપની અદાલતમાં હાજર થઈ ન હતી અને જણાવ્યું હતું કે તેમના દ્વારા જે ભેજ પ્રુફ કેરીબેગ પર અલગ બીલીંગ કરાયું છે અને તેના પર જીએસટી પણ વસુલવામાં આવ્યો છે.HS