કેર હેલ્થ ઇન્સ્યોરન્સે નવીનતમ ત્રિપલ-એડવાન્ટેજ પ્રોડક્ટ કેર શિલ્ડ લોંચ કરી
કેર હેલ્થની વ્યાપક હોસ્પિટલાઇઝેશન પ્રોડક્ટ્સ જેમકે કેર, કેર એડવાન્ટેજ, કેર ફ્રિડમ વગેરે સાથે એડ-ઓન કવર ઉપલબ્ધ
કેર હેલ્થ ઇન્સ્યોરન્સ (અગાઉ રેલિગેર હેલ્થ ઇન્સ્યોરન્સ)એ આજે તેની નવીનતમ અને નવીન પ્રોડક્ટ કેર શિલ્ડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ત્રિપલ-ઇનોવેટિવ પ્રોડક્ટ વધતા ફુગાવા, અત્યાર સુધી કવર ન થયેલાં ચોક્કસ તબીબી ખર્ચના કવરેજને ધ્યાનમાં લેવાની સાથે-સાથે વીમા રકમના 25 ટકા સુધી મોડરેટ ક્લેમ્સના કિસ્સામાં નો ક્લેમ બોનસના લાભો લેપ્સ થવા સામે સુરક્ષા પ્રદાન કરે છે.
નવી પ્રોડક્ટના લાભો અંગે માહિતી આપતાં સ્થાપક ડાયરેક્ટર અને સીઇઓ અનુજ ગુલાટીએ કહ્યું હતું કે, “વાર્ષિક ફુગાવાના દબાણને લીધે દર વર્ષે તબીબી ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. હાલમાં મહામારીને કારણે પરિસ્થિતિ વધુ તીવ્ર બની ગઇ છે. વધુમાં કેટલીક ઉપયોગમાં લેવાતી અને હેલ્થકેર ચીજો વધુ સુસંગત હોવા છતાં પણ વીમા પોલીસીમાંથી બાકાત હોય છે. પોલીસી ધારક માટે ત્રીજું પરિબળ નાના ક્લેમની સ્થિતિમાં પણ નો ક્લેમ બોનસના લાભો ગુમાવવા છે. કેર શિલ્ડ નવીન ઉકેલ છે,જે અમારા ગ્રાહકોને ઉપરોક્ત ચિંતાઓમાંથી સુરક્ષિત રાખે છે.”
ઇન્ફ્લેશન શિલ્ડ ફુગાવાને કારણે સારવારના વધતા ખર્ચને ધ્યાનમાં લે છે, જે ભવિષ્યમાં તબીબી સંભાળનો ખર્ચ ઉઠાવવાની દર્દીની ક્ષમતાને અસર કરે છે. પરિણામે પોલીસી ધારકો નવી પોલીસી ખરીદે છે અથવા ફુગાવાને કારણે ઉંચા ખર્ચ સાથે કવરેજને સુસંગત રાખવા માટે પ્રવર્તમાન વીમા રકમમાં વધારો કરે છે. એકવાર પોલીસીમાં ઉમેર્યાં બાદ કેર શિલ્ડ સક્ષમ સરકારી તંત્ર દ્વારા જાહેર કરાયેલા ગત વર્ષના ફુગાવાના દર સીપીઆઇ (કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ) મૂજબ રિન્યુઅલના સમયે વીમા રકમમાં વધારો કરે છે. તેનાથી ગ્રાહકની વીમા રકમ સારવારના ભાવિ ખર્ચને પહોંચી વળવા માટે પર્યાપ્ત હોવાનું સુનિશ્ચિત થાય છે.
બીજી નવીનતમ વિશેષતા ક્લેમ શિલ્ડ છે. આરોગ્ય વીમા પોલીસીમાં 60થી વધુ ચીજોની યાદી હોય છે, જેમકે બેલ્ટ્સ, બ્રેસિસ, બડ્સ, ક્રેપ બેંડેજીસ, ગ્લવ્સ, લેગિંગ્સ, માસ્ક, ઓક્સિજન માસ્ક, સ્પિરોમીટર, થર્મોમીટર, એમ્બ્યુલન્સ ઇક્વિપમેન્ટ વગેરે, જે સામાન્ય રીતે સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાય છે, પરંતુ પોલીસીમાં સામેલ હોતા નથી. ક્લેમ શિલ્ડ હોસ્પિટલાઇઝેશનની સ્થિતિમાં આ ચીજો માટે પણ કવચ પ્રદાન કરે છે.
ત્રીજી વિશેષતા નો ક્લેમ બોનસ શિલ્ડ છે – પોલીસી ધારકને રિન્યુઅલ વખતે ગત વર્ષમાં નો હોસ્પિટલાઇઝેશન ક્લેમના કિસ્સામાં લાભ પ્રદાન કરવામાં આવે છે. ઉદાહરણરૂપે, જો ગ્રાહકો 01 જાન્યુઆરી 2019ના રોજ પોલીસી ખરીદી હોય અને પોલીસી વર્ષ – 01 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2019 દરમિયાન કોઇ ક્લેમ રજીસ્ટર્ડ ન થયો હોય તો કોઇ વધારાના ખર્ચ વિના રિન્યુઅલ વખતે પોલીસીની વીમા રકમ 60 ટકા વધારવામાં આવે છે. વધુમાં આ વિશેષતા સુનિશ્ચિત કરે છે કે લો-વેલ્યુ ક્લેમ (વીમા રકમના 25 ટકાથી ઓછા)થી નો ક્લેમ બોનસ ઉપર કોઇ અસર ન કરે.
ગ્રાહક માટે મુખ્યત્વે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરતાં વીમા કંપનીએ હોસ્પિટલાઇઝએશનથી આગળ વધીને એકંદર સંભાળનો વ્યાપ વિસ્તાર્યો છે, જેથી નિવારક હેલ્થ ચેક-અપ્સ, વેલનેસ, ડોક્ટર કન્સલ્ટેશન, ડાયગ્નોસ્ટિક્સ અને હોમ કેરને સામેલ કરી શકાય. પ્રોડક્ટ ડિઝાઇન, ક્લેમ એડમિનિસ્ટ્રેશન, ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને કસ્ટમર સર્વિસમાં ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે કેરના માર્ગદર્શક સિદ્ધાંત સાથે સંસ્થાએ તાજેતરમાં રેલિગેર હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી કેર હેલ્થ ઇન્સ્યોરન્સ તરીકેની ઓળખ નિર્મિત કરી છે.