કેલિફોર્નિયામાં પણ સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માંગ
કેલિફોર્નિયા, બાૅલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માંગ હવે સાત સમુદ્ર પાર અમેરિકામાંં પણ ઉઠવા લાગી છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ફોટો શેર કર્યો છે અને આ ફોટો કેલિફોર્નિયામાં લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ૧૪ જૂને સુશાંતનુ શબ તેમના મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં મળ્યુ હતુ.
હવે તેમના આ રહસ્યમયી મોતની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ને સોંપી દેવામાં આવી છે અને સીબીઆઈએ આ કેસમાં એફઆઆઈઆર પણ નોંધી લીધી છે. બહેને પોસ્ટ કર્યો ફોટો સુશાંતને બહેન શ્વેતા અમેરિકામાં રહે છે. તેણે એક ફોટો પોતાના ટિ્વટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. આમાં તેણે લખ્યુ છે, ‘ભાઈનુ બિલબોર્ડ કેલિફોર્નિયામાં. આ ૮૮૦ નાૅર્થ પર છે,
એકદમ ગ્રેટ માૅલ પાર્કવેની એક્ઝીટ બાદ. હવે આ આખી દુનિયામાં એક આંદોલન બની ચૂક્યુ છે.’ બોર્ડ પર સુશાંત સિંહનો ફોટો છે અને તેના પર લખ્યુ છે #Justice For Sushant Singh Rajput. powered by Rubicon Project સુશાંતની બહેન શ્વેતા ટિ્વટર પર છે એક્ટિવ તેણે પીએમ મોદીને માંગ કરી હતી કે કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. એક ઓગસ્ટે પણ શ્વેતાએ લખ્યુ હતુ, ‘હું સુશાંતની બહેન છુ અને હું ત્વરિત આ કેસની તપાસનો અનુરોધ કરુ છુ. અમને ભારતની ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસો છે અને કોઈ પણ કિંમતે અમે આની આશા રાખીએ છીએ.’ સીબીઆઈની તેજતર્રાર ટીમ તપાસમાં લાગી સીબીઆઈના અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે તપાસમાટે જે એસઆઈટ બનાવવામાં આવી છે તે માલ્યા અને ઓગસ્ટા વેસ્ટલેન્ડની તપાસ કરી રહી છે. એસઆઈટીની આગેવાની આઈપીએસ ઑફિસર અને સીબીઆઈ ડાયરેક્ટર મનોજ શશિધર કરશે. ડીઆઈજી ગગનદીપ ગંભીરઅને એસપી નૂપુર પ્રસાદ પણ આ ટીમનો હિસ્સો છે. ગુજરાત કેડરના આઈપીએસ મનોજ શશિધર એક કડક અને તેજતર્રાર ઑફિસર માનવામાં આવે છે.HS