કેલિફોર્નિયામાં ભીષણ દુષ્કાળ, લોકોએ ઘરોમાં હવામાંથી પાણી બનાવનાર મશીન લગાવ્યા
કેલિફોર્નિયા, અમેરિકાના કેલિફોર્નિયામાં કારમો દુષ્કાળ જાેવા મળી રહ્યો છે. આવામાં અહીંના લોકો હવામાંથી પાણી બનાવનાર મશીન પોતાના ઘરોમાં ઇન્સ્ટોલ કરાવી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ પ્રમાણે જલવાયું પરિવર્તનના કારણે ઉત્તર અને દક્ષિણ કેલિફોર્નિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો દુષ્કાળ પડ્યો છે. આવામાં હવાથી પાણી બનાવનાર મશીનોને મોટી સંખ્યામાં ખરીદવા પૃથ્વીના ભવિષ્ય પર મોટો સવાલ ઉભો કરી શકે છે.
વોશિંગ્ટન સ્થિત સુનામી પ્રોડક્ટસમાં તેને ડિઝાઇન કરનાર એન્જીનિયર ટેડ બોમેન જણાવે છે કે આ મશીન એર કન્ડિશનરની જેમ કામ કરે છે. તેની કોયલ હવાને ઠંડી કરે છે અને બેસિનમાં પાણી જમા થાય છે. તેમણે કહ્યું કે હવામાંથી પાણી બનાવવું વિજ્ઞાન છે. અમે અસલમાં આ મશીનોની મદદથી આ જ કરીએ છીએ. સુનામી પ્રોડક્ટ્સ કંપનીની આ પ્રોડક્ટ ઘણી પ્રણાલીઓમાંથી એક છે જેમને હવામાં રહેલા ઝાકળને પાણી નીકાળવા માટે હાલમાં જ ડેવલેપ કરવામાં આવી છે.
બીજા આવિષ્કારોમાં હવાના ભેજમાં તેને પાણી કાઢનાર જાળી, સૌર ઉર્જા પેનલ અને જહાલી કન્ટેનર સામેલ છે. બોમેને જણાવ્યું કે તેમની કંપનીની મશીન હવામાં ભેજને બહાર કાઢે છે. તેમાં જે પાણી નીકળે છે તેને ફિલ્ટર કરીને પીવા લાયક બનાવવામાં આવે છે. આ મશીનોનો ઘર, ઓફિસ, એનિમલ ફાર્મ્સ અને બીજી ઘણા સ્થાનો પર ઉપયોગ કરવામાં આવી શકે છે.
આ ટેકનિક વિશેષ રૂપથી તે વિસ્તારોમાં શાનદાર કામ કરે છે જ્યાં ભેજ વધારે હોય. પોતાના આકાર પ્રમાણે આ મશીન એક દિવસમાં ૯૦૦થી ૮૬૦૦ લીટર સુધી પાણી બનાવી શકે છે. આ મશીન સસ્તું નથી. આ ૩૦ હજારથી લઇને ૨ લાખ ડોલર (લગભગ ૨૨ લાખથી દોઢ કરોડ રૂપિયા) સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે. આમ છતા કેલિફોર્નિયામાં કેટલાક લોકો પોતાના ઘરમાં પાણીની જરૂરિયાતને પુરી કરવા માટે તેને ખરીદી રહ્યા છે. કેલિફોર્નિયામાં ઘણા વિસ્તારમાં લોકોને પાણીનું સંરક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું છે.HS