Western Times News

Gujarati News

કેલોરેક્સ પ્રી-સ્કુલએ પ્રી-સ્કુલ કોન્કલેવનું આયોજન કર્યું

અમદાવાદ,  અર્લી ચાઈલ્ડહૂડ (બાળપણનું પ્રારંભિક શિક્ષણ)ની ફ્રેટનિર્ટીને શેરિંગ અને લ‹નગ માટે એક જ છત હેઠળ એકઠાં કરવાના ઉદ્દેશ્યથી કેલોરેક્સ પ્રી-સ્કુલએ અમદાવાદ ખાતે રીઈમેજિંગ પ્રી-સ્કુલ્સ નામના એક દિવસના પ્રી-સ્કુલ કોન્કલેવનું આયોજન કર્યું હતું. અતિથિ વિશેષ સૌમિલ પટેલ (ચેરમેન, જીસીસીઆઈ) અને સુશ્રી ફણી ત્રિવેદી (ચેરપર્સન, જીસીસીઆઈ બિઝનેસ વિમેન વિંગ)ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રો.હર્ષદભાઈ શાહ (ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર)ના હસ્તે આ કોન્ક્લેવનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

સમગ્ર વિશ્વનું ધ્યાન અર્લી ચાઈલ્ડહૂડ એજ્યુકેશન (બાળપણના પ્રારંભિક શિક્ષણ) પર કેન્દ્રિત થયું છે.
સમગ્ર ભારતમાં પ્રીસ્કુલ્સની કાયાપલટ થઇ રહી છે. હાલમાં આવી પ્રીસ્કુલ્સ અલગ-અલગ અભ્યાસક્રમોને અનુસરી રહી છે-પ્રીસ્કુલ્સનો અભ્યાસક્રમ વ્યક્તિગત પ્રીસ્કુલની જરૂરિયાત પર આધારિત છે. જાકે વર્તમાન સમયની જરૂરિયાત તેમાં એકરૂપતા લાવવાની અને બાળક કેન્દ્રિત શિક્ષણને તેના મુખ્ય ઘટક તરીકે જાળવી રાખવાની છે.

કોડિંગ એ નવા યુગમાં સાધવામાં આવેલા અનેકવિધ પ્રકારના વિકાસ પૈકીનો એક છે અને બાળકના જીવનમાં પ્રારંભિક કાળમાં જ તેને રજૂ કરવાથી તેમને વૈશ્વિક સ્તર માટે સજ્જ કરવામાં મદદરૂપ થઇ શકાશે. આ સાથે જ વાંચનનું કૌશલ્ય એ બાળકને શબ્દભંડોળ અને ભાષાનું કૌશલ્ય વિકસાવવા માટે પ્રોત્સાહન પુરૂં પાડવાની રણનીતિ છે. આ પ્રકારના સંયોજનો અર્થમાં તમામ શ્રેષ્ઠ આચરણોનું એક સંયોજન બનાવે છે. બાળપણનું પ્રારંભિક શિક્ષણ એ આગળના જીવન માટે સજ્જ થવા અંગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.