Western Times News

Gujarati News

કેળની ખેતીમાં ઓછો ખર્ચ કરી વધુ આવક મેળવવાની પદ્ધતિ માટે યુવકને મળ્યો રૂ.૫૦,૦૦૦ નો પુરસ્કાર સાથે એવોર્ડ

શુક્લતીર્થના ધરતીપુત્રને “આત્મા ગુજરાત”નો રાજ્યકક્ષાનો એવૉર્ડ એનાયત

(પ્રતિનિધિ) ભરૂચ, અર્વાચીન યુગથી ચાલી આવતી ખેત પદ્ધતિમાં દરેક સદીમાં અવનવી પદ્ધતિઓનું અમલીકરણ થયું છે. તેવી જ રીતે અતિ આધુનિક એવી એકવીસમી સદીમાં કૃષિ ક્ષેત્ર વિશ્વભરમાં નવીનતમ શોધો થઈ છે.જેના માટે સરકાર અને કેટલીક સંસ્થાઓ તેમજ ધરતીપુત્રો મહેનત કરતાં હોય છે.

ગુજરાત સરકારની સંસ્થા એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા એ જીલ્લા કક્ષાએ કાર્યરત ‘રજીસ્ટજર્ડ સોસાયટી છે. જે જીલ્લાના ટકાઉ કૃષિ વિકાસ માટે જીલ્લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્થાઓ (સ્ટેક હોલ્ટ્‌ઝ) ને આયોજનથી લઇને અમલ સુધીની ક્રિયામાં સામેલ રાખીને કાર્ય કરવા જવાબદાર છે.

આ એજન્સીનું મુખ્ય કાર્ય જીલ્લાની તમામ સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવું તેમજ પબ્લીક એગ્રીકલ્ચર ટેકનોલોજી સીસ્ટમની રોજબરોજની વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ કરવાનું છે.સાથે જ સંસ્થાઓ અને ધરતીપુત્રો દ્વારા અવનવી શોધ અને સંશોધનને ધ્યાને લેવાનું હોય છે.

જેમાં ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના ધરતીપુત્ર અલ્પેશ ચંદુભાઈ નિઝામાને કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની સંસ્થા ‘આત્મા ગુજરાત’ દ્વારા ખેત પદ્ધતિમાં અવનવી શોધ કરી ખેત પેદાશ વધારવા અને તેમાં ખાસ કરીને કેળની ખેતીમાં ઓછો ખર્ચ કરી વધુ આવક મેળવવાની પદ્ધતિ માટે રૂ.૫૦,૦૦૦ નો પુરસ્કાર સાથે એવોર્ડ આપવામાં આવ્યો છે.

તેમજ અલ્પેશ નિઝામાંને બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ ૨૦૧૦-૨૦૧૧ તાલુકા ક્ષેત્રે કેળની કોઠાસુજ પદ્ધતિથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતી માટે એવોર્ડ પાપ્ત કરી રૂ.૧૦,૦૦૦ પુરસ્કાર પ્રાપ્ત કરેલ તેમજ જીલ્લા ક્ષેત્રે કેળની કોઠાસુજથી પદ્ધતિથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી થકી ખેતી માટે એવોર્ડ પાપ્ત કરી રૂ.૨૫,૦૦૦ પુરસ્કાર, બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ ૨૦૧૯ -૨૦૨૦ રાજ્ય ક્ષેત્રે કેળની કોઠાસુજ પદ્ધતિથી વૈજ્ઞાનિક અભિગમ થકી ખેતી માટે એવોર્ડ પાપ્ત કરી રૂ.૫૦,૦૦૦ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.