કેવડિયા સ્ટેશન હવેથી “એકતા નગર” તરીકે ઓળખાશે
રેલ્વે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ પર સ્થિત કેવડિયા રેલ્વે સ્ટેશનનું નવું નામ “એકતા નગર” હશે.
તાજેતરમાં રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર કેવડિયા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને એકતા નગર કરવામાં આવ્યું છે. તેનો સ્ટેશન કોડ -EKNR હશે અને સંખ્યાત્મક કોડ -08224620 હશે.
વડોદરા મંડળ દ્વારા કેવડિયા સ્ટેશનના સ્ટેશન પરિસરમાં અને સ્ટેશન બિલ્ડિંગની ઉપર આવેલા તમામ બોર્ડના નામ બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, કેવડિયાથી ચાલતી ટ્રેનોના બોર્ડ પણ બદલવામાં આવશે.