કેવડીયામાં નવનિર્મિત આરોગ્ય વન ખાતે આજથી વેલનેસ સેન્ટરનો પ્રારંભ થશે
સ્થાનિક પ્રજાજનો-પ્રવાસીઓ સહિતના જનસમુદાયને વેલનેસ સેન્ટરનો લાભ લેવા જાહેર અનુરોધ
રાજપીપલા, કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ હસ્તક નવનિર્માણ પામેલ આરોગ્ય વન ખાતે ગુજરાત વન વિભાગ અને કેરળના શાંથિગીરી આશ્રમના સહયોગથી તા. ૧૧ મી ડિસેમ્બર, ૨૦૧૯ ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વેલનેસ સેન્ટરનો પ્રારંભ કરાશે. આ વેલનેસ સેન્ટરમાં પ્રવાસીઓ તેમજ જાહેર જનતાને શીરોધારા, શીરોબસ્તી, નાસ્ય, રસાયણ ચિકિત્સા, સ્ટીમબાથ અને મસાજ જેવા ઉપચારો કેરળ પ્રદેશમાં વપરાતી ઉપચાર પધ્ધતિ અનુસાર કેરળથી આવેલ નિષ્ણાંત ડૉક્ટર તેમજ થેરાપીસ્ટની સેવાઓ મળી રહેશે. અહીં વ્યક્તિને તપાસીને જરૂરી ટ્રીટમેન્ટ સૂચવવામાં આવશે.
અહીંના સ્થાનિક લોકો તેમજ અહીં આવતા પ્રવાસીઓ-સહેલાણીઓ માટે વેલનેસ સેન્ટરમાં આયુર્વેદ શોપ ચર્મ મહિમા, ચર્મ શુધ્ધી, ફેસ ક્રિમ: કુમકુમાદી લેપમ, હેર ઓઇલ: સ્ટ્રોબીલેનથસ ઓઇલ, પેટની તકલીફ: ઉદરસુધા, હદય માટે: હરિધ્ય શાંતિ વગેરે મળી રહેશે. તેમજ અહીં આવી રીજુવેનેશન ટ્રિટમેન્ટ ટ્રેઇનીંગ પામેલ ટ્રેડીશનલ સ્ટાફ દ્વારા મેળવી શકાશે. આમ, આવી અનેક પ્રવૃત્તિઓનો જન સમુદાય દ્વારા બહોળા પ્રમાણમાં વેલનેસ સેન્ટરનો લાભ લેવા નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.