Western Times News

Gujarati News

કેવડીયામાં સરદાર પટેલ જયંતીએ યોજાશે રાષ્ટ્રીય એકતા પરેડ

File

વડાપ્રધાન સરદાર પટેલ જયંતીએ ગુજરાતમાં કેવડીયામાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા  ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સન્મુખ શ્રદ્ધાંજલી અર્પણ કરશે

  • એકતાના શપથ વડાપ્રધાન લેવડાવશે
  • વડાપ્રધાનશ્રીનો દેશભરના પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારીઓ સાથે ચર્ચા-વાર્તાલાપ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી ૩૧ ઓક્ટોબરે કેવડીયા ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી આ રાષ્ટ્રપુરુષ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરશે.

વડાપ્રધાનશ્રી બુધવારે ૩૦ ઓક્ટોબરે રાત્રે ૮.૩૦ કલાકે નવી દિલ્હીથી અમદાવાદ આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.  પ્રધાનમંત્રીશ્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ ૩૧ ઓક્ટોબરે સવારે ૮.૧૫ વાગ્યે કેવડીયા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ઉપસ્થિત રહેશે અને સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવશે.

આ રાષ્ટ્રીય એકતા પરેડમાં રાજ્ય પોલીસ દળની પાંચ ઉપરાંત કેન્દ્રીય દળની ટુકડીઓ માર્ચ પાસ્ટ યોજશે અને એન.એસ.જી, સી.આઈ.એસ.એફ., એન.ડી.આર.એફ. તેમજ સી.આર.પી.એફ. અને ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસના સાહસ પૂર્ણ નિદર્શન યોજાવાના છે.

પ્રધાન મંત્રીશ્રી આ અવસરે સંબોધન પણ કરશે.  શ્રી નરેન્દ્રભાઇ મોદી તે પછી ૯.૫૦ કલાકે કેવડીયામાં નવનિર્મિત ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન સાઈટનું ઉદઘાટન અને મુલાકાત કરશે.

પ્રધાનમંત્રીશ્રી ત્યારબાદ બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધી દેશના આઈ.એ.એસ. પ્રોબેશનર અધિકારીઓના કાર્યક્રમમાં જોડાશે.  તેઓ આ અધિકારીઓએ પાંચ થીમ પર તૈયાર કરેલા પ્રેઝન્ટેશન નિહાળશે અને તાલીમી અધિકારીઓ સાથે વાર્તાલાપ ચર્ચામાં સહભાગી થશે. વડાપ્રધાનશ્રી આ પ્રોબેશનરી અધિકારીઓ સાથે બપોરનું ભોજન લેવાના છે અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગ્રુપ ફોટો સેશનમાં પણ જોડાવાના છે. વડાપ્રધાનશ્રી સાંજે ૫.૪૫ કલાકે કેવડીયાથી હવાઈ માર્ગે વડોદરા પહોંચશે અને ત્યાંથી વાયુદળના વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.