કેવાયસી અપડેટના નામે પૂર્વ ક્રિકેટર કાંબલી સાથે ઠગાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Kambli-1024x767.jpg)
નવી દિલ્હી, કેવાયસી(નો યોર કસ્ટમર)ની જાણકારી અપડેટ કરવાના નામે ફોન પર થતી છેતરપિંડીનો શિકાર ભારતીય ટીમનો પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી પણ બન્યો છે.
કેવાયસી અપડેટના નામે કાંબલી સાથે ૧.૧૩ લાખ રુપિયાની છેતરપિંડી ગઠીયાઓ કરી ગયા છે.આ અંગે કાંબલીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.મળતી વિગતો પ્રમાણે ગઠીયાઓએ કાંબલીને ફોન કરીને પોતાની ઓળખ બેન્કના કર્મચારી તરીકે આપીને કેવાયસી અપડેટ કરવાના નામે તેની પાસે તેના બેન્ક એકાઉન્ટની જાણકારી મેળવી હતી.એ પછી કાંબલીના એકાઉન્ટમાંથી ૧.૧૩ લાખ રુપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.
પોલીસે જાેકે ફરિયાદ મળ્યા બાદ બેન્કની મદદથી ખાતામાંથી ટ્રાન્સફર થયેલા રુપિયા પાછા મેળવી હતા .પોલીસે હવે જે ખાતામાં આ પૈસા ટ્રાન્સફર થયા હતા તેની જાણકારી મેળવવાનુ શરુ કર્યુ છે.
દરમિયાન કાંબલીએ મુંબઈ પોલીસનો મદદ કરવા માટે અને પૈસા પાછા મેળવી આપવા માટે આભાર માન્યો હતો.SSS