Western Times News

Gujarati News

કેવી ધર્મ, વિજ્ઞાન, રાજ્ય સંસ્થાઓ પ્રભુને ગમે?

આજના જમાનામાં માનવને ઉન્નત કરવા ભગવાન પાસે લઈ જવા માટે ત્રણ સંસ્થાઓ કામ કરે છે. આ ત્રણેય સંસ્થાઓ પાંગળી બની છે એ યશસ્વી થઈ છે. આવા કટોકટીના કાળમાં આપણે ઊભા છીએ.

ધર્મ મનુષ્યને મનુષ્ય પાસે લઈ જશે. માણસને રસ્તો બતાવશે. એટલું જ નહિ ધર્મ માણસને ભગવાન પાસે લઈ જશે, ધર્મમાં એ શક્તિ છે, પણ આજે વિપરીત ધર્મ-શ્રદ્ધા ઉભી થઈ છે. એકાદશી, મંદિર સંસ્થા અલૌકિક છે. લોકોત્તર છે. યજ્ઞ સંસ્થા અલૌકિક છે. પણ આ સંસ્થાઓ શા માટે તે લોકોને ખબર ન પડતાં તેમાં જૂડતા આવી ગઈ છે.
ભારતનો ઇતિહાસ વાંચા ભારતમાં મોગલો આવ્યા વીર રજપૂતો ભારતમાં હતા. મોગલો મૂર્તિ પૂજા નષ્ટ કરવા. વેદ નિષ્ઠા ને ઉડાવવા આવ્યા હતા જગ જાહેરવાત હતી. રજપૂતોમાં પ્રચંડ શક્તિ હતી. પણ તે શક્તિ મોગલોના ચરણોમાં ધરી દીધી.

મિરાજા રાજે જયસિંહ પોતાના પરાક્રમથી મધ્ય એશિયા સુધી ડંકો વગાડતો હતો. રણકેસરીનું બિરૂદ મળેલું પણ તેની બધી જ શક્તિ મોગલોના ચરણે ધરી દીધેલી. છતાં પોતાને ધાર્મિક સમજતો હતો. હું ચોટલી રાખું છું. એકાદસી ઉપવાસ કરું છું. બ્રાહ્મણોને ભોજન કરાવું છે. ગૌ પ્રદાન કરું છું. સોમવારે શિવલિંગ ઉપર અભિષેક કરું છં.

છતાં હું અધાર્મિક આવા વિપરિત સમજણવાળો ધર્મ થયો, મંદિર વેદનિષ્ઠા. મૂર્તિ પૂજા ઉડાડી દેવા કટીબદ્ધ થયેલા મોગલોને પોતાની તમામ શક્તિ ધરી દેનાર મિરાજ રાજે જયસિંહ પોતાને ધાર્મિક સમજે છે. આ ધર્મ માંહેનું સત્વ ન સમજતાં છોતરાની પૂજા ધર્મમાં આવી ગઈ. વિપરીત ધર્મની સમજણથી ધર્મ સંસ્થા નિષ્ફળ ગઈ છું.

ધારણાત ધર્મ મિત્યાહું ધર્મો ધારયતી પ્રજાહા જે ધર્મથી વ્યક્તિ કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર ધારણા થાય તેવી રીતની વિચાર ધારા તે ધર્મ આ વાત ભુલાઈ ગઈ
રાણા પ્રતાપને દેશ દાઝ હતી. ધર્મ ્‌ને સંસ્કૃતિ પર પ્રેમ હતો તેણે પ્રતિજ્ઞા કરી કે, જ્યાં સુધી મા ભ્રોમને સંસ્કૃતિને આપત્તિમાંથી મુક્ત નહીં કરું ત્યાં સુધી હું ગાદલા ઉપર સુઈશ નહિ, ઘાસ ઉપર સુઈશ,

સોના-ચાંદીના વાસણમાં જમીશ નહિ, પતરાવડામાં જમીશ આજે આની પાછળની સમજણ ચાલી ગઈ. તત્ત્વ ચાલી ગયું ફકત અહીં થાળી નીચે પાંદડું રાખીને જમતા થયા. સાતમણના ગાદલના નીચે ઘાસ રાખીને સુતા થયા. અને પોતાને ધાર્મિક માનીને સંતોષ માનતા થયા. એકાદશીમાં પણ જડત્વ આવી ગયું, આવી રીતે ધર્મ માંહેનું ચૈતન્ય જ ચાલી ગયુ. ધર્મ સંસ્થા અયશસ્વી થઈ.

વૈદિકમૂર્તિ પૂજા ચિત્ત એકાગ્રતા ચાલી ગઈ કર્મકાંડ થઈ ગયું આમ ધર્મ માંહેનું ચૈતન્ય ચાલી ગયુ. કૃષ્ણે ધર્મ સંસ્થાનું કામ કર્યું અને તે ધર્મ માણસને માણસ પાસે લઈ જવાનું એટલું જ નહિ ઈશ્વર પાસે લઈ જવાનું કામ કર્યું. એક માણસ બીજા માણસને ભક્ષ ન બનાવે તે પ્રથમ પાઠ ધર્મે ભણાવ્યો, ધર્મે આત્મા સન્માન સમજાવ્યું. તને જેણે પેદા કર્યો છે તે જ ઈશ્વરે બીજાને પેદા કર્યો છે. આમ ધર્મે ભગવાન પાસે લઈ જવાની પ્રતિજ્ઞા કરી, પરંતુ આજે ઉપર મુજબ ધર્મ સંસ્થા અયશસ્વી થઈ છે.

બીજી વિજ્ઞાન સંસ્થા છે. વિજ્ઞાને પ્રતિજ્ઞા કરી કે હું બધાને સુખી કરીશ. પરંતુ વિજ્ઞાનમાં તે શક્તિ નથી. વિજ્ઞાન માનવતા આપી શકતું નથી. મનને બદલવાનું અને વિકારને બદલવાનું કામ વિજ્ઞાન કરી શકતું નથી. શું કરવું જોઈએ તે જ્ઞાન વિજ્ઞાન આપતું નથી. કૃતજ્ઞતા પ્રેમ, વાત્સલ્ય વિગેરે તત્ત્વો વિજ્ઞાન સમજાવતું નથી. વિજ્ઞાનથી ભૌતિક સુખના સાધનો મેળવી શકાય પણ તે સાધનોને યોગ્ય વળાંક આપવા તે કામ વિજ્ઞાન ન કરી શકે.

સાધનો વાપરવાનો વિવેક જો ન હોય તો આ સાધનો માનવ જાતિનો નાશ પણ નાંતરી શકે છે. એટમ બોમ્બ-અણુ બોમ્બ વિગરે માનવ જાતિનો નાશ થઈ શકે છે. માટે જ્ઞાનના પેટમાં વિજ્ઞાન વિકસવું જોઈએ. માનવી જીવનનો ૩/૪ ભાગ ભાવ અને વિચારનો છે. તે વિજ્ઞાન ન આપી શકે આ વિજ્ઞાનની મર્યાદા છે જ.

ત્રીજી રાજનીતિ સંસ્થા છે. તે બીજાના દોષો જ જુએ છે ગુણો જોતાં જ નથી. ચુંટણી આવી તો એકબીજા ઉપર કાદવ ઉડાડવા બીજા પક્ષમાં કેવળ અવગુણો જ છે. ગુણો છે જ નહિ, આથી દોષ દૃટિ વાળા સમજને કેમ ઉઠાવી શકે. દોષ દર્શનથી દોષ દૃષ્ટિ આવે છે. બીજુ પોલીટશીયન કે સ્ટેશનમેનનો એકપણ શબ્દનો અર્થ સ્થિર હોતો નથી કોઈની સાથે તેમનો સંબંધ પણ પાકો હોતો નથી. તેમના કહેવાનો અર્થ વારંવાર બદલાઈ જાય છે. રાજનીતિમાં આજનો મિત્ર આવતીકાલે શત્રુ બની શકે છે આપણી ગીતા કહે છે આજનો શત્રુ આવતીકાલે તારો મિત્ર બનવાનો છે માટે તેની સાથે પ્રેમ કેળવ.

વિચ્છિન્ન વ્યક્તિત્વ વાળો માનવી બીજાને ઉભો કરી શકતો નથી. દંભ જુદો અને વિચ્છિન્ન વ્યક્તિત્વ જુદુ સમાજમાં સભ્યતા આવી કે દંભ આવ્યો જે આજે હું બોલું છું તેમાં તમે વચ્ચે કોઈ ઉઠતા નથી. આ સભ્યતા છે, સભ્યતામાં જુઠાણુ આવી જ જાય.

આવી રીતે વ્યવહારમાં દંભ આવે છે. પણ દંભ જુદો અને વિચ્છિન્ન વ્યક્તિત્વ જુદું (રાજનીતિમાં વિચ્છિન્ન વ્યક્તિત્વ છે) રાજનીતિમાં પરસ્પર વિરોધી વ્યક્તિત્વ આપણે દરરોજ જોઈએ છીએ. પૂનામાં ગર્વનર આવેલા તો એક વ્યક્તિ કાંગ્રેસ પ્રમુખ કાળો વાવટો લઈ પાછા જાઓ-ના લઈ સુત્રો પોકારે, તે જ
વ્યક્તિ મ્યુનિસિપલીટીની મેયર હતી તેને સાંજની સભામાં ગર્વનરને માન પત્ર આપ્યું.

આ વિચ્છિન્ન વ્યક્તિત્વ છે. આવું વિચ્છિન્ન વ્યક્તિત્વ માણસને ઉઠાવી શકતું નથી. બીજુ લોકસભા ધારાસભામાં પણ કોઈ કોઈ વખતે વાંટીગમાં મતનો ભાવ બોલાય છે એટલે માણસ વેચાય છે જેથી રાજનીતિ રાજ સંસ્થા અયશસ્વી બની છે. લોકશાહીમાં માણસ માણસનું ગૌરવ થવું જોઈતું હતું તે થયું નથી. તો હવે વિજ્ઞાન અને રાજસત્તા ધર્મની મર્યાદા સ્વીકારે તો સાચા બુદ્ધિ ગમ્ય વેદમાન્ય શાશ્વત ચિરંતત નૈતિક મૂલ્યોને સ્વીકારે તો જ ત્રણે સંસ્થાઓની જે શક્તિ છે. તે યોગ્ય માર્ગ વપરાય અને સમાજ રાષ્ટ્ર,વ્યક્તિ ધારણ થાય. સર્વાગીણ વિકાસ થાય અને તેવી રીતની તે શક્તિઓનો ઉપયોગ થાય તો તેવી ધર્મસત્તા રાજસત્તા અને વિજ્ઞાન સંસ્થાઓ પ્રભુને જરૂર ગમશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.