કેવી વાતો કરીએ તો પ્રભુને ગમે?
વાતોમાં વસુદેવને વણો, વાણીતો પવિત્ર થશે | ભાવ ભળશે સંબંધોમાં, સંસ્કારોની લ્હાણી થશે ||
માનવી જીવનમાં જુદા જુદા સંબંધે, જુદી જુદી મુલાકાતો હોય છે. જેમકે સગાઓની, સંબંધીઓની, બહેનપણીઓની. આમ મળવાથી એકબીજાની વાતો કહેવાથી સાંભળવાથી મન પુષ્ટ થતું હોય છે. હળવાસ આવતી હોય છે. તે વાતોમાં જુદા જુદા ક્ષેત્રની જુદી જુદી વાતો થતી હોય છે.
જેમકે રાજકારણનો, ધંધાઓની, સમાજની, વિશ્વસ્થરની છોકરાઓના અભ્યાસની, ઘરકામની, ખાવા પીવાની, યુવા વર્ગ સિને-કલાકારો ને ભ્રષ્ટાચારીઓની, આતંકવાદીઓની પોત-પોતાના અનુભવોની રૂચીની રૂએ વાતો થતી હોય છે. કરવી જાેઈએ,
સાંભળવી જાેઈએ-પણ આ બધી વાતોમાં એક વાત જાે ઉમેરાય તો જેમ રસોઈમાં મીઠું નાખતાં સ્વાદ આવે તેમ તેવી રીતનું થશે અને તે વાતો છે ધર્મ પ્રત્યેની, સંસ્કૃતિની, સંસ્કારોની, પ્રભુના અવતારોની, થોડોક સમય તેને ફાળે પણ આપવો તો તેમ કરતાં પ્રભુ પ્રત્યેના પ્રેમમાં વધારો થશે. જીભ પવિત્ર થશે, સમય પવિત્ર થશે પ્રભુને પણ સારું લાગશે.
બધી વાતો કરતાં કરતાં વાતને સમયાનુંસાર વળાંક આપવો અને પૃચ્છા કરવી કે તમારે ઘરમાં બધા દિવસ ઊગ્યા. પહેલાં ઊઠે છે, કુટુંબપ્રાર્થના થાય છે. અમારે ઘરમાં એવી પરંપરા છે કે દિવસ ઊગ્યા પહેલા બધા જ ઊઠી જાય છે. ઊઠતાં જમણા હાથની હથેળી જાેઈ કરાગ્રે વસતે લક્ષ્મી શ્લોક બોલો, ધરતીને નમસ્કાર કરી પછી છેલ્લે વસુદેવ સુતંમ્?.
કંસચાણુર મર્દમ, દેવકી પરમાનંદમ્? કૃષ્ણમ્? વંદે જગત ગુરુમ્?નો શ્લોક બોલી નમસ્કાર કરી પથારી છોડે. ઘરના એકબીજાને જય શ્રીકૃષ્ણ બોલી મોટાઓને પગે લાગે. ઘરમાં રસોડામાં પણ નાહી-ધોઈ સ્વચ્છ બની પ્રસન્ન ચિત્તે સ્તોત્ર બોલતા-ગાતા રસોઈ બનાવે.
ધીમા અવાજે આરતી-સ્તોત્રની કેસેટ પણ વગાડીએ, તેવા પવિત્ર વિચારો અને વાતાવરણમાં રસોઈ બને. રસોઈ જમનારામાં પ્રભુ બેઠેલા છે. તેમના મારફત પ્રભુ જ જમે છે. એટલે રસોઈ એ પ્રભુનુ નૈવેદ છે તેવું સમજી રસોઈ થાય. આમ આવી સમજણથી રસોઈ બનાવીએ તો તે કામ પણ પ્રભુની પૂજા થઈ ગણાય. રસોઈ બનાવવી મારું સ્વધર્મ કર્મ છે.
તે પ્રભુની પૂજા છે. આવી પવિત્ર ભાવનાથી બનાવેલી રસોઈ પણ ભાવપૂર્ણ હૃદયથી પીરસવી. જમનારા પણ જમતાં અમારા ઘરમાં બધા, અહં વૈશ્વાનરો ભૂત્વા શ્લોક બોલી પ્રભુને જમાડી પ્રસાદ તરીકે આરોગે છે.
બીજી બહેન વાતનો દોર લેતાં બોલ્યા કે તમારી વાતો ઘણી સારી લાગી. અમારે તો બધા ઘરના માણસો મંદિરે ભગવાનના દર્શન કરવા જાય છે. હજુ બીજુ કાંઈ કરતા નથી. ત્રીજી બહેને કહ્યું અમારે ઘરમાં મંદિરીયું છે, દેવઘર છે. તેમાં બધા પૂજા માટે અલગ, અલગ રીતે દશ દશ મિનિટ બેસીએ છીએ. અમને તો તેમાં બહુ જ આનંદ આવે છે. આખો દિવસ તેનાથી મન ઉપર તાજગી રહે છે.
ચોથા બહેને કહ્યું અમારે ઘરે આવું બધું નથી કરતા. પણ અમારા ઘરમાં બધાને વાંચવાનો બહુ શોખ છે. રામાયણ, મહાભારત, ગીતા, તત્વજ્ઞાનના ગ્રંથો આવું બધું વાંચન કરીએ છીએ ત્યારે એક બહેન કહે અમારે દર પૂનમે ડાકોર દર્શને જવાનું અમે ભૂલતા જ નથી.
છેલ્લે એક બહેન બોલ્યા ઉપર કહ્યું તેમ આપણે બહેનો એટલે ઘરની લક્ષ્મી, ઘરની શોભા ગણાઈએ. ઘરને સજાવવું, શણગારવું, સ્વચ્છ રાખવું જાેડે જાેડે તેને સંસ્કારવાનું કામ પણ આપણે કરી શકીએ છીએ. અમાર કુટુંબમાં નાના બાળકો સ્વાધ્યાય-બાલસંસ્કાર કેન્દ્રમાં જાય છે, યુવાનો, યુવાકેન્દ્રમાં જાય છે.
છોકરીઓ યુવતીકેન્દ્રમાં જાય છે અને અમે સૌ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીને સાંભળવા વિડીયો કેન્દ્રમાં નિયમિત અઠવાડિએ જઈએ છીએ. આમ જુદા જુદા ઘરના કુટુંબના બધા જ માણસોને જીવનનું ભાથારૂપી સંસ્કારો મળી રહે છે, અને બધાનો પ્રભુ ઉપરનો પ્રેમ વધતો જાય છે.
જીવનો સંયમી, વિવેકી, વિનયી, ગૌરવ અને ગીરીમા સાથે આખુ ઘર ભર્યુ ભર્યુ લાગે છે. ઘર ભગવાનનું ઘર બની મંદિર બની જાય છે. અને ઘરના બધા જ પાત્રો જેમકે માતા-પિતા, ભાઈ-બહેન, સાસુ-વહુ, પતિ-પત્ની સહુ પોત પોતાના સ્વસ્થાને ફરજ બજાવતાં ખીલી ઉઠે છે. શોભી ઉઠે છે. ઘર અમને સ્વર્ગ લાગે છે.
આમ બધી બહેનો વાતો કરી ખુબ હરખાણી. જય શ્રીકૃષ્ણ કરી નમસ્કાર કરી વિખરાયા, બોલ્યા કે આજે બહુ જ મજા આવી. આવી રીતે દુન્વયી વ્યાવહારોમાં જુદા જુદા ગ્રુપો મળે વાતો કરે તેમાં એક કલાકે – દશ મિનિટ જેવી વાતો જાે ધર્મ-સંસ્કૃતિ અને સંસ્કારો માટે કરે તો સમાજને દૈવીરૂપ મળી શકે અને સહજરીતે સંસ્કૃતિનું મોટુ કામ થશે. આવી વાતો કરીશુ તો પ્રભુને જરૂર ગમશે.