Western Times News

Gujarati News

કેવું પતિ ગૌરવ પ્રભુને ગમે? કેવો આદર્શ ગૃહસ્થાશ્રમ પ્રભુને ગમે ?

લેખકઃ અંબાલાલ આર.પટેલ

|| તેજસ્વીતા, તપસ્વિતા, ને અસ્મિતા, હોય દાર્તૃત્વ, કર્તૃત્વ,  શીલવાનને વિજીગીષુ વૃત્તિ, તેવો પતિ ગમે યુવતીને ||

ભારતીય સંસ્કૃતિ ઘર-કુટુંબમાં તેના જાજરમાન વૈભવ થકી ખીલેલી જાેવા મળે છે, તેમાં પતિનું સ્થાન અગ્રસ્થાને જણાય છે પતિ એટલે (વર) વરવા લાયક જેમા વરિષ્ટતા હોય, શ્રેષ્ઠતા હોય, તેવા પતિમાંજ પત્નિ સમર્પણ થઈ શકે, સ્ત્રી તેજ, પૂંજ છે-શૌર્ય-વિરત્વ-પરાક્રમ અને કતૃત્વની પૂજક છે,

જેથી પતિમાં કતૃત્વ, કૃતજ્ઞતા, દાતૃત્વ-તેજસ્વીતા-અસ્મિતા-શૌર્ય-પરાક્રમ અને પ્રતિકાર ક્ષમતાના ગુણો હોવા જાેઈએ, તદ્‌? ઉપરાંત પ્રભુ અને પ્રભુના કાયદા એટલે ત્રિકાલા બાધિત ચિરંતન શાશ્વત નૈતિકમૂલ્યો તેમજ અવતારોના રચનાત્મક કાર્યો પર પ્રેમ હોવો જાેઈએ, ધર્મસંસ્થાપના અને સંસ્કૃતિ જીર્ણોદ્ધાર માટે પ્રભુદત્ત મળેલી શક્તિઓથી પતિ ઘસાતો હોવો જાેઈએ, આવા ઉચ્ચત્તમ ધ્યેયની ધજા લઈને ઘુમવાનું જેને ગમતુ હોય તેવા પતિમાં પત્નિનું સમર્પણ થાય.

અને તેવું દામ્પત્ય પ્રભુની સૃષ્ટિમાં સંસારની સ્વર્ગીયતાને માણી શકે તે માટે રૂકમણી અને કૃષ્ણ સંબંધને જાેઈશું, રૂકમણી ભીષ્મક રાજાની પુત્રી અલૌકિક સૌન્દર્યવાન, લાવણ્યમૂર્તિ, રૂપરૂપની ખનીચી અને ગુણવાન હતી, તેથી તે રૂચીરાન તરીકે ઓળખાતી, કુંડીનપુર તેના પિતાને ત્યાં વિદેશીઓ તપસ્વીઓ અને મહેમાનો આવતા,

તેમની સાથે ચર્ચાઓમાં કૃષ્ણનું ધર્મ સંસ્થાપના માટેનું ધ્યેય, સંસ્કૃતિ જીર્ણોધ્ધારનું કાર્ય અને તેવું કાર્ય કરનારાઓને પીઠબળ આપવું તદ્‌?ઉપરાંત તેઓ વિજીગીષુવૃત્તિથી ભોગવાદી જડવાદી રાજવીઓનો પરાભવ કરતા, તેવી વાતો પિતા ઘરે આવતા રાજવી દુતો પાસેથી, રૂકમણી કાન દઈને સાંભળતી,

તેમાં કૃષ્ણનું કતૃત્વ-દાતૃત્વ-તેજસ્વીતા-અસ્મિતા-શૌર્ય-પરાક્રમ અને પ્રતિકાર ક્ષમતાના ગુણો તે લોકોના વર્ણનમાં દેખાતા તેથી રૂકમણી કૃષ્ણને જાેયા વિનાજ કૃષ્ણના પૌરુષી ગુણો સાંભળી મનથી વરી ચુકી, સામે તેનો ભાઈ રુક્મી તેને શિશુપાળ જાેડે પરણાવવા માગતો હતો. રૂકમણી શીશુપાળ જેવા ધ્યેયહીન કોઈપણ લંપટ જાેડે પરણવા નહોતી માગતી

હવે તેના ભાઈના ર્નિણયમાંથી કેમ નીકળવું તે વિચારે એક સુદેવ નામના વિશ્વાસુ બ્રાહ્મણ દ્વારા કૃષ્ણને પત્ર મોકલ્યો, તેમાં નિષ્ફળતા મળે તો આપઘાત કરવો, આ મક્કમ વિચારે તે પત્ર લખવા બેઠી, જગતના ઈતિહાસમાં કદાચ આ પહેલો પ્રેમ પત્ર હશે.

મે તમને જાેયા નથી. તમારું લોક-મુખે ગુણોનું વર્ણન સાંભળ્યું છે. તે ગુણો થકી હું તમને વરી ચુકી છું. સંપૂર્ણ સમર્પણ થઈ ચુકી છું. હું કોઈપણ ભોગે લંપટ-ધ્યેયહીન-ચારિત્ર્યહીન-લોલુપ રાજવીઓને ન સ્વીકારી શકું, હવે તમારા સિવાય કોઈને મારો હાથ આપવાની નથી.

તમારા સિવાય બીજા વિકલ્પે મારો આપઘાત જ હશે, હું ભાગીને તમારી પાસે આવું તેમાં તમારી ઝાંખપ-અપકીર્તિ પણ મને સહન ન થાય. તેથી મને વિશ્વાસ છે કે તમે ક્ષત્રિય રીતે તે બધા રાજવી શિયાળવાં વચ્ચેથી મને ઉપાડી જાઓ, આ તમારું સિંહનું ભક્ષ છે. સિંહ સામેથી શીયાળવાં ભક્ષ લઈ જાય તે બને જ નહિં,

અમારા કુળની પરંપરા મુજબ અમારે ગીરજા મંદિરે જવાનું હોય છે. તો તમે ત્યાંથી મને ઉપાડો અને બધાની સામે લડી વિજયી બની મને લઈ જાઓ, આવો મુત્સદ્દીગીરી ભર્યો પત્ર વાંચી કૃષ્ણે પોતાના રથી દારૂકને બોલાવી કુંડીનપુર જવા રવાના થયા, ત્યાં કૃષ્ણે રૂકમણીનું અપહરણ કર્યું. જરાસંઘની રાહબરી નીચે બધા રાજવીઓ લડાઈમાં હાર્યા છે,

આમ કૃષ્ણના અલૌકિક ગુણોના પ્રભાવી પણામાં રૂકમણીએ પોતાનો અહં્‌મ પતિમાં વિલીન કર્યો છે. સંપૂર્ણ પતિ કૃષ્ણમાં સમર્પણ થઈ છે. ભારતીય સ્ત્રીઓની રૂકમણી પ્રતિનીધી છે, તે કૃષ્ણ ગુણોથી આકર્ષાઈ તે ન્યાયે પુરુષોએ પૌરુષીગુણો ધારણ કરવા. તે પ્રભુદત્ત ગુણોનો નાશ ન થાય તે માટે હુક્કાબાર, ડાન્સબાર કે બીજા તેવા પ્રસંગોમાં બીજી સ્ત્રીઓના ટોળાઓમાં લંપટ બની સ્ત્રૈણ (બાયલા) ર્નિલજ બની વિકૃત ચેનચાળા કરી પૌરુષીગુણોને ખતમ ન કરશો,

તેવી જગ્યાઓએ પત્નિને સાથે લઈને જાઓ નહિ, આ લપસણી ભૂમીકામાં એકવાર ફસાયા પછી નિકળી શકશો જ નહિ, પર સ્ત્રી જાેડે “માતા” કે બહેન સમાન, અદબ-મર્યાદા-સંયમ જાળવો, હુ કુલીન-શાલીન કુટુંબનો પ્રતિનીધી છું, પ્રભુપુત્ર છું. તેનુ ગૌરવ સતત જાેડે રાખો તેવું વિચાર સૌન્દર્ય, બુદ્ધિ સૌન્દર્ય, ભાવ સૌન્દર્ય, વર્તન સૌન્દર્ય અને આત્મ સૌન્દર્યથી અલંકૃત બનો, ત્યારે સ્ત્રીત્વનાગુણોથી ધારણ થયેલી સ્ત્રી પોતમેળેજ પુરુષ પતિમાં સમર્પણ થઈ જશે. તેવુ પતિ ગૌરવ પ્રભુને ગમશે.

પતિ શરીરે નિરોગી સુદૃઢ મજબુત ને કર્તવ્ય પરાયણ હોવો જાેઈએ, તે માટે સવારે વહેલા ઉઠી સૂર્યનમસ્કાર કરવા સ્નાન પતાવી પ્રભુપૂજા ધ્યાન – ચિત્ત એકાગ્રતામાં અડધો કલાક બેસવું તેમાં જીવાત્માનો પ્રભુ સંબંધ -ગૌરવપૂર્ણ પોતીકા પણાનો હોવો જાેઈએ, ખોરાક સાત્વિકને પૌષ્ટિક હોય-ઈંડા-માંસ-દારૂ ચળસ-ગાંજાે-તમાકું જેવા ઘાતક પદાર્થો પીણાનું વ્યસન ન હોવુ જાેઈએ

તદ્‌ઉપરાંત પતિ એ અર્થ પ્રાપ્તિ માટે સક્ષમ થવું જાેઈએ, કુટુંબમાં અર્થ કમાવાની જવાબદારી પુરુષની છે. દિવસમાં આઠ કલાક ધંધો મન મૂકી ને કરવો, ધંધો વેઠ નહિ – સજા નહિ પણ કર્મ મારી પૂજા છે. તે સમજથી ધંધો કરવો, પુરુષાર્થ વગરનો ધંધો એટલે વાયદા – સટ્ટાનો સ્પર્શ પણ કરવો નહિ, વાયદા સટ્ટાના ધંધામાં સરવાળે ફાંસીજ હોય તે માટે મુદ્‌તો પડી શકે છે.

ઉપર મુજબ હું પતિ તરીકેના પૌરુષી ગુણોને ધારણ કરીશ, શાશ્વત નૈતિક મૂલ્યો (પ્રભુકાયદા)ને જીવનમાં વણીશ, અવતાર કાર્યોનો સંસ્કૃતિ કાર્યોનો સૈનિક બનીશ, તે કાર્યોમાં પ્રભુદત્ત શક્તિઓનું હવન કરીશ, હુક્કાબાર ડાન્સબારમાં જઈશ નહિ,

પ્રભુ અને પ્રભુ કાયદાઓ ઉપરની દુર્દમ્ય શ્રધ્ધાને ટકાવીશ, દિશા શૂન્ય હાહા-હોહો-હીહી કરતા સ્ત્રીઓના ટોળાઓનું સેવન ધરોબો રાખી સ્રૈણ (બાયલો) બનીશ નહિ, તેની સામે પૌરુષ ના દૈવી ગુણો કતૃત્વ-કૃતજ્ઞતા-દાતૃત્વ-તેજસ્વીતા અસ્મિતા પરાક્રમ શૌર્ય અને પ્રતિકાર ક્ષમતાને ધારણ કરીશ. તેવા પતિત્વના ગુણોનું ગૌરવ પ્રભુને ગમશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.