કેશવબાગ પાસે ત્રિપલ અકસ્માત
દુર્ઘટનામાં ઇજા પામેલ કાર ચાલકની હાલત ગંભીર
અમદાવાદ, શહેરના સેટેલાઇટ વિસ્તારમાં કેશવબાગ પાસે આજે સવારે બે કાર અને એક ટ્રક વચ્ચે વિચિત્ર પ્રકારે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારનાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઇકો કારના ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બાદ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા.
આ બનાવ અંગે પોલીસે જરૂરી ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. અમદાવાદમાં દિન પ્રતિદિન વધતા જતાં વાહનો અને વસ્તીના કારણે ટ્રાફિકની સમસ્યા અને તેના કારણે અવારનવાર અકસ્માતોને કારણે મૃત્યુના કિસ્સાઓ સતત નોંધાતા રહે છે. આજે સવારે શહેરના સેટેલાઇટ વિસ્તારમાં કેશવબાગ રોડ પાસે બે કાર અને એક ટ્રક વચ્ચે વિચિત્ર પ્રકારનો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
આ ટ્રિપલ અકસ્માતમાં એ ઇકો કાર, આઇ ૨૦ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા ઇકો કાર ચાલકને સૌથી વધારે ઇજા થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અકસ્માતમાં ટ્રક સાથે ઇકો કાર ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે પાછળ આવતી આઇ ૨૦ પણ અથડાઇ હતી. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા.ત્રિપલ અકસ્માતના કારણે આ રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને ભારે ચકચાર મચી ગઇ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને અક્સ્માત અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
કેશવબાગ પાસે અકસ્માત એટલો પ્રચંડ હતો કે અનેક ગાડીઓને ભારે નુકસાન થયું હતું. ભારે નુકસાન ગ્રસ્ત ગાડીઓને જાઈને અકસ્માતની તીવ્રતા અંગે સરળતાથી માહિતી મળી શકતી હતી. જાકે, સદનસીબે આ ત્રિપલ અકસ્માતમાં જાનહાની ટળી ગઈ હતી. વાહનો સંપૂર્ણ પણે નુકસાન પામ્યા હતા.