કેશિયર પાસેથી ૭ લાખની લૂંટ ચલાવી: સુરતની ડિસ્ટ્રિક્ટ બેંકમાં બંદૂકની અણીએ લૂંટ
સુરત, શહેરના કડોદરા ચાર રસ્તા ઉપર આવેલી ડિસ્ટ્રિક્ટ બેંકમાં ધોળે દિવસે ૭ લાખની લૂંટ કરવામાં આવી છે. તમંચાની અણીએ કડોદરા ડિસ્ટ્રિક્ટ બેંકમાં ધોળે દિવસે લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.
ગ્રાહક બનીને આવેલા એક બુકનીધારીએ ૭ જેટલા કર્મચારીને બંધક બનાવી લૂંટ ચલાવી છે. બેંકમાંથી કેશિયર પાસેથી ૭ લાખની લૂંટ ચલાવી આરોપી ફરાર થઈ ગયો હતો.
જાે કે, લૂંટારૂ પાસે નકલી બંદૂક હોવાની પોલીસને શંકા છે. હાલમાં કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS3KP