કેશોદની વણપરિયા સ્કૂલમાં ૧૧ છાત્રા કોરોના પોઝિટિવ
જૂનાગઢ, ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયા બાદ રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલી દીધી છે. જાેકે રાજ્યમાં કેટલાક વાલીઓ હજુ પણ કોરોનાનાં ડરે પોતાના બાળકોને શાળામાં નથી મોકલી રહ્યા ત્યારે જુનાગઢથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત કે.એ.વણપરિયા સ્કૂલમાં એકસાથે ૧૧ જેટલી વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા શાળાનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. હવે સ્કૂલના બાળકો પર પણ મહામારીના કહેરની અસર દેખાય રહી છે.
ગુજરાતમાં ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જાેકે શહેરી વિસ્તારોની મોટા ભાગની શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા અચકાઇ રહ્યા છે. નોંધનિય છે કે, તાજેતરમાં જ જામનગર જિલ્લાની જાેડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.