કેશ મેનેજમેન્ટ કંપનીમાંથી પાંચ લાખ ગુપચાવતાં ત્રણ કર્મી વિરુદ્ધ ફરીયાદ
સીસીટીવી ફુટેજને આધારે કારસ્તાન ઝડપાયુઃ નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી |
અમદાવાદ : કેશ મેનેજમેન્ટ કંપનીમાં કર્મચારીઓએ ભેગાં મળીને બહારગામથી આવેલાં રૂપિયા પાચ લાખ બારોબાર ઉચાપત કર્યા બાદ ખોટા ગ્રાહકો ઉભા કરીને નકલી એન્ટ્રીઓ બનાવતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ છેતરપીડીની ફરીયાદ નોધી છે.
ઘટનાની વિગત એવી છે કે સ્વસ્તિક ચાર રસ્તા પાસે લલીત કુંજ સોસાયટીમાં રેડીયન્ટ કેશ મેનેજમેન્ટ નામની કંપની આવેલી છે.
જેમા ઓપરેશન ડ્યૂટી મેનેજર અર્શદ શેખ (રહે જમાલપુર પઠાણની ચાલી રખીયાલ) તરીકે નોકરી કરે છે ઉપરાંત અન્ય સ્ટાફ મળીને કુલ ૨૫ લોકો ઓફીસમાં કામ કરે છે કેટલાક દિવસો અગાઉ ચેન્નાઈ ખાતે આવેલી તેમની ઓફીસથી મોટી રકમ અમદાવાદ ખાતે મોકલવામા આવી હતી.
જા કે હિસાબો કરતા પાચ લાખ રૂપિયાની ઘટ આવતી જેથી તેમણે ચેન્નાઈ ખાતે ઓફીસને સંપર્ક સાધ્યો હતો પરતુ ચેન્નાઈ ઓફીસે બરાબર રકમ મોકલી હોવાનું જણાવતા અમદાવાદ બ્રાન્ચ નો મેનેજમેન્ટ આ અંગે તપાસ હાથ ધરતા ચોકાવનારી વિગતો બહાર આવી હતી જે મુજબ કંપનીમા વોલ્ટ અને ઓપરેશન ડેપ્યુટી મેનેજર અર્શદ શેખએ વોલ્ટનાં કેશીયર મુલાતીબ અંસારી (જુમ્માખાન પઠાણની ચાલી રખીયાલ રોડ) તથા નાવેદ અંસારી રહે ગાટા ધાંચીની ચાલી સારળપુર સાથે મળીને કુલ રકમમાંથી રૂપિયા પાચ લાખની ઉચાપત કરી હતી.
બાદમાં હિસાબોમા આ રકમ ધ્યાનમાં ન આવે તે માટે નકલી ગ્રાહકો ઉભો કરીને હિસાબોમા ગોટાળા કર્યા હતા જા કે સતત પાચ લાખની ઘટ આવતા ત્રણેય પોલ પકડાઈ હતી પ્રાથમિક પુછપરછમા પાચ લાખની રકમ ત્રણેયએ વહેચીને વાપરી નાખી હોવાનું બહાર આવ્યુ છે. નવરંગપુરા પોલીસે ત્રણેય વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
આ અંગે વાત કરતાં નવરંગપુરા પોલીસ મથકમાં પીઆઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે કેસ મેનેજમેન્ટ કંપનીના કર્મીઓએ ગ્રાહકને આપવાના ૪૭ લાખ રૂપિયા ઉપાડ્યા હતા, જેમાથી પાચ લાખ ગુપચાવીને પોતે ૪૨ લાખ જ લીધા હોવાનું જણાવ્યુ હતુ પરતુ સીસીટીવી ફુટેજ તપાસમા ત્રણેય કર્મીઓનું કારસ્તાન ઝડપાયુ હતું.
શહેરમાં ઘણાં સમયથી ગુનાખોરી વધી રહી છે. સ્માર્ટ સીટી અંતર્ગત ૬૦૦થી વધુ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. પણ તેનો ઉપયોગ વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવા પૂરતો જ થઈ રહ્યો હોય તેવુ ંલાગી રહ્યુ છે. શહેરના જાહેર માર્ગો પર થતાં ચેઈન સ્નેચીંગ, મારામારી જેવા ગુનાઓને રોકવા માટે સીસીટીવીના ઉપયોગ થતાં નથી સદનસીબે પ્રથમ વખત સીસીટીવીના માધ્યમથી ગુનેગારો પકડાયા છે.