કેસરી વીરઃ લિજેન્ડ્સ ઓફ સોમનાથની રિલીઝ ડેટ બદલાઈ

ફિલ્મ હવે ૧૬ મેએ રિલીઝ થશે
સોમનાથ મંદિર પર મુગલોના હુમલાની ઘટનાને દર્શાવતી ફિલ્મ કેસરી વીરઃ લિજેન્ડ્સ ઓફ સોમનાથની ઘણી ચર્ચા છે
મુંબઈ,
સોમનાથ મંદિર પર મુગલોના હુમલાની ઘટનાને દર્શાવતી ફિલ્મ કેસરી વીરઃ લિજેન્ડ્સ ઓફ સોમનાથની ઘણી ચર્ચા છે, જેમાં સુનીલ શેટ્ટી વિવેક ઓબેરોય અને સુરજ પંચોલી જેવા કલાકારો કામ કરી રહ્યા છે. હવે આ ફિલ્મની રિલીઝ ડેટ બદલાવવામાં આવી છે. કનુ ચૌહાણ દ્વારા પ્રોડ્યુસ થયેલી આ ફિલ્મ હવે ૧૬ મેના રોજ રિલીઝ થશે. સોમનાથ મંદિરને તૂટતું બચાવવા માટે વીર યોદ્ધાઓએ મુગલો સામે જે લડત આપી હતી તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. સુનિલ શેટ્ટી આ ફિલ્મમાં વેગડાજીનો રોલ કરે છે, જેઓ તેની માતૃભૂમિના રક્ષણ કાજે મોગલો સામે ખડા થયા હતા.
જ્યારે તેને સાથ આપે છે હમીરજી ગોહિલ એટલે કે સૂરજ પંચોલી, જેઓ એક દૃઢ નિશ્ચયી યુવાન રાજપૂત રાજકુમાર હતા. તેઓ બંને સાથે મળીને વિવેક ઓબેરોય એટલે કે ઝફર ખાન સામે સોમનાથને તૂટતું બચાવવા યુદ્ધ કરશે.આ ફિલ્મની રિલીઝ ડેટ પાછી ઠેલવા પાછળનું કારણ દર્શાવતા મેકર્સ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લખ્યું હતું કે, “કેસરી વીર માટે લોકોએ જે પ્રેમ અને આતુરતા દર્શાવી છે, તે અમારા માટે ભાવુક કરનારી છે. આ ફિલ્મ વર્લ્ડ વાઈડ અસરકારક રીતે રીલીઝ કરી શકાય તે માટે અમે હવે આ ફિલ્મને ૧૬ મે ૨૦૨૫ના દિવસે રિલીઝ કરીશું. અગાઉ આ ફિલ્મને ૧૪ માર્ચે રિલીઝ કરવાની જાહેરાત થઈ હતી. SS1