કેસો વધતા જર્મનીમાં જુન સુધી લોકડાઉન જારી રહી શકે છે
બર્લિન: કોરોના વાયરસ સંક્રમણની તેજ ગતિને કારણે જર્મની જુન સુધી લોકડાઉન જારી રાખી શકે છે નાણાંમંત્રી ઓલાક સ્કોલ્સે કહ્યું કે તેમને આશા નથી કે દેશમાં મેના અંત સુધી પ્રતિબંધોમાં કોઇ ઢીલ આપી શકાય છે.તેમણે કહ્યું કે આપણે એક ટાઇમટેબલ તૈયાર કરવાની જરૂરત છે કે કેવી રીતે જીંદગી નોર્મલ થશે પરંતુ એવી કોઇ યોજના પર આગામી કેટલાક દિવસોમાં જ અમલ કરી શકાય નહીં તેમણે કહ્યું કે સરકારન સ્પષ્ટ અને સાહસિક પગલા ઉઠાવવા પડશે મેના અંત સુધી જ આવો નિર્ણય લઇ શકાય છે.તેમણે કહ્યું કે નાગરિકો માટે હોલિડે પ્લાન કરવો,રેસ્તરાં ખોલવાથી લઇ અન્ય છુટ આપવામાં હજુ સમય લાગશે
તેમણે કહ્યું કે આગળ જે પ્લાન તૈયાર કરવામાં આવશે તેમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નાગરિક કયારે કંસટ્ર્સ થિએટર્સ અને સોકર સ્ટેડિયમ્સમાં જઇ શકશે જર્મન ચાંસલર અંગેલા મર્કેલે નાગરિકોને અપીલ કરી છ કે હાલ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું જારી રાખો તેમનું કહેવું છે
કોરોનાની ત્રીજી લહેરને તોડવા માટે પ્રતિબંધોની હાલ જરૂરીયાત છે ભારતની જેમ જ જર્મની પણ કોરોનાના વધતા કેસોથી ઝઝુમી રહ્યો છે માનવામાં આવી રહ્યું છે કે જર્મનીમાં વેકસીનેશનની ગિ ધીમી થવાને કારણે પણ કોરોના સંક્રમણના મામલામાં વધારો થયો છે. જર્મનીમાં વીકેંડ દરમિયાન પ્રતિ એક લાખ લોકો પર સંક્રમિતોનો આંકડો ૧૬૬ પહોંચી દયો છે. આ દરમિયાન સરકારને વધુ શક્તિ આપતો સુધારો થયો છે.