કેેનેડાએ વિઝાના નિયમોમાં ફેરફાર કર્યાઃભારતીયોને લાભ થશે

(એજન્સી) ટોરેન્ટો, કેનેેડામાં વસતા ભારતીયોના માતા-પિતા અને દાદા-દાદી માટે સારા સમાચાર છે. તેઓ માટે હવે કેનેડા સરકારે સુપર વિઝા નિયમો હળવા કર્યા છે. અને હવે તેઓ પોતાના સંતાનો પાસે પાંચ વર્ષ સુધી રહી શકશે અને તે બાદ પણ વધુ બે વર્ષ રહેવા માટે ખાસ વિનંતી કરી શકશે.
હાલ કેનેડામાં જે વિદેશીઓએ નાગરીકત્વ મેળવ્યુ છેે અથવા પીઆર પર વસેે છે. તેઓના પેસેન્ટસ માતા-પીતા અને દાદા-દાદી એક જ સાથે બે વર્ષ કેનેડામાં સુપેરે વિસા હેઠળ રહી શકે છે. પણ હવે તેમાંં છૂટછાટ આપવામાં આવી છે. અને ખાસ કરીને તેઓને ૧૦ વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિા પણ અપાશે.
જેમાં તેઓ એક સાથે અલગ અલગ સમયે ૧૦ વર્ષના ગાળામાં ૭ વર્ષ કેનેડામાં રહી શકશે. અને હાલ જેઓ કેનેડામાં પોતાના સંતાનો સાથે સુપર વિસા હૃેઠળ મુલાકાતે ગયા છે તેઓ પણ પોતાનુ રોકાણ લંબાવવા માટેે અરજી કરી શકે છે.
કેનેડાની સરકારનોો આ નવો સુપર વિસા નિયમ તા.૪ જુલાઈથી લાગુ થશે. આ ઉપરાંત સુપર વિસા નિયમ હેઠળ કેનેડા જતાં વ્યક્તિને માટે હવે આંતરરાષ્ટ્રીય માન્ય વિમા કંપનીઓનો વિસા કવરેજ મેળવવાની પણ છૂટ અપાઈ છે. જેના કારણે વિમા ખર્ચ ઘટશે. અગાઉ ફરી કેનેડાની જ વિસા કંપનીઓ આ પ્રકારના મેડીકલ વીમા કવર પૂરી પાડી શકતી હતી.
આ સુપર વિસાના હળવા કરાયેલા નિયમોનો લાભ ભારતીયોને સૌથી વધુ મળશે એવા સંકેત મળી રહ્યા છે. ભારતમાંથી શિક્ષણ- રોજગાર વિગેરે માટે મોટી સંખ્યામાં નાગરીકો કેનેડામાં દર વર્ષે વસવા માટે પીઆર સહિતના માર્ગો મહત્વના છે.