કૈલાશ સત્યાર્થીની એસડીજીના એડવોકેટ તરીકે નિયુક્તિ

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર સંઘે નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીને મહત્વની જવાબદારી સોંપી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ૭૬મી મહાસભાની શરૂઆત પહેલા નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થીને સતત વિકાસ લક્ષ્ય (એસડીજી)ના એડવોકેટ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. યુએનઓ દ્વારા પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરીને આ જાણકારી આપવામાં આવી હતી.
યુએનઓના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરીને એવી જાણકારી આપી હતી કે, કૈલાશ સત્યાર્થીની સાથે એસટીઈએમ એક્ટિવિસ્ટ વૈલેંટિના મુનોજ રબનાલ, માઈક્રોસોફ્ટના પ્રેસિડેન્ટ બ્રૈડ સ્મિથ અને કે-પોપ સુપરસ્ટાર બ્લેકપિંકને નવા એસડીજી એડવોકેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
યુએન મહાસચિવે જણાવ્યું કે, અમે જે પસંદગીઓ કરીએ છીએ તે અમને એક સ્થાયી સંકટ તરફ લઈ જઈ શકે છે અથવા એક હરિત અને સુરક્ષિત વિશ્વ તરફ. એસડીજી એડવોકેટ નવા ક્ષેત્રોમાં પહોંચીને લોકો માટે, આ પૃથ્વી માટે સતત વિકાસના લક્ષ્યને લઈ પ્રોત્સાહિત કરે છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, નવા એસડીજી એડવોકેટ માટે ક્લાઈમેટ એક્શન, ડિજિટલ વિભાજનને જાેડવું, લૈંગિક સમાનતા અને બાળકોના અધિકારોનું પ્રમોશન મહત્વપૂર્ણ મુદ્દા હશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એસડીજી એડવોકેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તેને લઈ કૈલાશ સત્યાર્થીએ સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખનો આભાર માન્યો હતો.HS