Western Times News

Gujarati News

કૉંગ્રેસે સચિન પાયલટને કહ્યું- તમારા પોતાના ઘરે પરત આવો

જયપુર : રાજસ્થાનમાં રાજનીતિક સંકટ વચ્ચે સચિન પાયલટે બીજેપીમાં ન જવાની જાહેરાત કર્યા પછી કોંગ્રેસ પાર્ટીએ તેમને પાછા ફરવાની અપીલ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ  પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી ઉપર રાજસ્થાનની અશોક ગેહલોત સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો છે. સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા 24 કલાકના ઘટનાક્રમે સાબિત કરી દીધું કે જનતા દ્વારા પસંદ કરાયેલી સરકારને પછાડવામાં બીજેપીના પ્રયત્ન ફેઇલ થયા છે. ભાજપા પોતાના ષડયંત્રમાં સફળ થઈ નથી. રાજસ્થાનના જનમત સામે હથિયાર હેઠા મુકવા પડ્યા છે.

આ ક્રમમાં સુરજેવાલાએ કહ્યું કે મીડિયા મારફતે ખબર પડી છે કે સચિન પાયલટ બીજેપીમાં જવા માંગતા નથી. જો આમ છે તો અમારો આગ્રહ છે કે બીજેપીની હરિયાણા સરકારની યજમાનીનો અસ્વિકાર કરો. ITC ગ્રાન્ડ અને લેમન ટી હોટલના ચક્રવ્યુહથી બહાર આવો. બીજેપીના કોઈ પણ નેતા સાથે ચર્ચા અને વાર્તાલાપ બંધ કરો અને અને પોતાના ઘર જયપુર પાછા ફરો. ભટકેલા લોકોને આગ્રહ છે કે પરિવારમાં પાછા આવવાથી અટકવું ન જોઈએ. આ જ સાચી નિષ્ઠાની સાબિતી હશે.

કોંગ્રેસ પાર્ટીનો પક્ષ રાખતા સુરજેવાલાએ કહ્યું કે સચિન પાયલટ અને અન્ય સાથીઓને ઘણી વખત આગ્રહ કર્યો છે. વૈચારિક મતભેદ છે તો પાર્ટી ફોરમ પર વાત રાખી શકો છો. ઉદાર હ્યદયથી વાત સાંભળવા અને ઉકેલ કાઢવા અમે બધા તૈયાર છીએ. એકથી વધારે વખત ધારાસભ્ય દળની બેઠકમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. બહુમત છે તો સાબિત કરો અને પોતાનો હક લઈ લો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.