Western Times News

Gujarati News

કોંગીના ૪ ધારાસભ્યોના રાજીનામા

અમદાવાદ: ૨૬મી માર્ચના દિવસે ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકોની પ્રતિષ્ઠિત ચૂંટણી પહેલા કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ આજે રાજીનામા આપી દેતા કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો. સાથે સાથે રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડા પડવાનો સિલસિલો શરૂ થયો છે. સીટ ગુમાવવાનો ખતરો પણ વધી ગયો છે. શનિવારના દિવસે જ તેમના રાજીનામા કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ સોંપી દીધા હતા. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમના રાજીનામા સ્વિકારી  લીધા છે. ત્રિવેદીએ આજે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી કે, જા કે તેમણે કહ્યું હતું કે, રાજ્ય વિધાનસભાના મંચ પર ધારાસભ્યોની જાહેરાત આવતીકાલે કરશે. ધારાસભ્યોએ સ્વૈચ્છિક રીતે   રાજીનામા આપ્યા હોવાના અહેવાલ મળ્યા છે.

કોંગ્રેસના કેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તેને લઇને વિરોધાભાષની સ્થિતિ  જાવા મળી રહી છે પરંતુ કેટલાક અહેવાલમાં પાંચના નામ પણ આવ્યા છે. ચારના રાજીનામા અધ્યક્ષે સ્વિકારી  લીધા છે. ગઇકાલે સાંજે પાંચ વાગ્યાથી મોડી રાત સુધી ચાર ધારાસભ્યોના રાજીનામા આવ્યા હતા. સુત્રોના કહેવા મુજબ કોંગ્રેસના એક ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકે છે. કોંગ્રેસે બે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે જેમાં શક્તિસિહ   ગોહિલ અથવા તો ભરતસિંહ ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. કોંગ્રેસના સભ્યો હજુ પણ અહેવાલોને રદિયો આપી રહ્યા છે. પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા ગાંડા, પ્રવિણ મારુ, જેવી કાકડિયાના રાજીનામા આવી ગયા છે જ્યારે મંગળ ગાવિતના રાજીનામાની પણ ચર્ચા છે. જા કે, સત્તાવાર જાહેરાત આવતીકાલે કરવામાં આવનાર છે.

બીજીબાજુ, આ રાજકીય ઉહોપોહ વચ્ચે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમના પક્ષ કોંગ્રેસમાંથી કોઇપણ ઇમાનદાર ધારાસભ્યએ રાજીનામા આપ્યા હોવા બાબતે સાફ ઇન્કાર કર્યો હતો. ધાનાણીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસમાંથી હજુ કોઇ ધારાસભ્યએ રાજીનામા આપ્યા નથી, આ માત્ર અફવા અને વાતો છે. આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મામલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો જે અમારા બધાના સંપર્કમાં હતા.

સાથે સાથે જેનો સંપર્ક થઈ શક્યો નથી, તેઓ પણ નવાજૂની કરવાના મૂડમાં છે. એકાદ બે સૌરાષ્ટ્રના અને મધ્યગુજરાતના પણ બેક ધારાસભ્યો છે. બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અને બેની વાત છે, સંપર્ક થતો નથી. રાહ જોવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ધારાસભ્યો રાજીનામું આપશે. જ્યારે સોમાગાંડા પટેલને લઈ સૂચક નિવેદન આપતા કહ્યું કે પહેલા પણ સાથે હતા અને ભવિષ્યમાં પણ સાથે હોઈશું. આમ, કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો તૂટતાં હવે રાજયસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થાય તેવા રાજકીય સંજાગોમાં સામે આવી રહ્યા છે, જેને લઇ કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.

રાજ્યસભાની ચૂંટણી જીતવા ભાજપે પણ તમામ તાકાત લગાવી દીધી છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે બુધવારે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની જાહેરાત કરી હતી. ત્યારબાદત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનના નામની પણ જાહેરાત કરી હતી. ત્રણેય ઉમેદવારની જીતના દાવા ભાજપના વરિષ્ઠ લોકો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીને હવે હોર્સ ટ્રેડિંગનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારને જાળવવા માટેના પ્રયાસમાં છે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૧૮મી માર્ચ રાખવામાં આવી છે. મંત્રી બાવળિયા કહી ચુક્યા છે કે તેમની પાસે પણ કોંગ્રેસી સભ્યોના રાજીનામાના અહેવાલ આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.