કોંગી ઉમેદવારો માટે પ્રિયંકા ગાંધી વાઢેરા પ્રચાર નહી કરે
લખનૌ: ઉત્તરપ્રદેશમાં ૨૧મી ઓક્ટોબરના દિવસે યોજાનાર પેટાચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી સહિતના તમામ રાજકીય પક્ષો તમામ પ્રકારની તૈયારીમાં વ્યસ્ત છે. કોંગ્રેસ પાર્ટી પણ પોતાની નવી વ્યુહરચના મુજબ આગળ વધી રહી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા તમામ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પેટાચૂંટણીમાં ઉત્તરપ્રદેશની ૧૧ વિધાનસભા સીટો પર મતદાન યોજાનાર છે. આ તમામ સીટો પર કોંગ્રેસ પાર્ટી એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે. હવે એક એવી ચોંકાવનારી માહિતી મળી છે કે ઉત્તરપ્રદેશમાં પ્રભારી તરીકેની મોટી જવાબદારી હોવા છતાં પ્રિયંકા ગાંધી વાઢેરા કોંગ્રેસના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરનાર નથી. અત્રે નોંધનીય છે કે ૧૭ રાજ્યોમાં ૬૪ સીટો પર પેટાચૂંટણી યોજાનાર છે.
જેમાં કુલ ૬૩ વિધાનસભા સીટો અનવે એક લોકસભા સીટનો સમાવેશ થાય છે. હકીકતમાં વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવીને પૂર્વીય ઉત્તરપ્રદેશમાં મોટી જવાબદારી સોંપી દેવામાં આવી હતી. પ્રિયંકા ગાંધી વાઢેરાએ પણ આ જવાબદારી અદા કરીને જારદાર રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તે વખતે એમ માનવામા ંઆવી રહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવા માટે પ્રિયંકા તેમના પ્રયાસોને જારી રાખશે. લોકસભા ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં હતાશાનુ મોજુ ફરી વળ્યુ છે. તેમની પાર્ટીના કાર્યકરો અને ટોપ નેતાઓ ભારે નિરાશ દેખાઇ રહ્યા છે. કારણ કે રાહુલ ગાંધીએ લોકસભા ચૂટણી દરમિયાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારને દુર કરવા માટે તમામ પાસાનો ઉપયોગ કર્યો હતો. રાફેલને લઇને મોદી પર ગંભીર પ્રકારના આરોપો કર્યા હતા.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કોઇ લાભ થયો ન હતો. વર્ષ ૨૦૧૪ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯માં પાર્ટીની ફરી એકવાર કારમી હાર થઇ હતી. મોદીની સુનામી હેઠળ ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે પ્રચંડ બહુમતિ મેળવી લીધી હતી. ભાજપે સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે સરકાર બનાવી હતી. ઉત્તરપ્રદેશની ૧૧ વિધાનસભા સીટ પર ૨૧મી ઓક્ટોબરના દિવસે ચૂંટણી યોજાનાર છે. જા કે હજુ સુધી જે માહિતી મળી છે તે મુજબ પ્રિંયંકા ગાંધી વાઢેરા કોઇ પણ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરનાર નથી જેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં હતાશાનુ મોજુ ફરી વળ્યુ છે.
હજુ સુધી તમામ રાજ્યોમાં પ્રભારી જારદાર રીતે પ્રચાર કરવામાં વ્યસ્ત રહ્યા છે. પ્રિયંકા ગાંધી વાઢેરા કેમ પ્રચાર કરનાર નથી તેને લઇને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કોંગ્રેસી કેટલાક નેતાઓ જારદાર તર્ક આપી રહ્યા છે. કેટલાક કોંગ્રેસી નેતાઓનુ માનવુ છે કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટીની સાથે મળીને ચૂંટણી લડી હતી. જેના કારણે પેટાચૂંટણીની કેટલીક સીટો જેના પર કોંગ્રેસની સારી દેખાઇ રહી નથી. જેના કારણે કોંગ્રેસના મોટા નેતાઓ પ્રિયંકા ગાંધી વાઢેરાને પ્રચારથી દુર રાખવા માટે ઇચ્છુક છે. ઉત્તરકપ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ કહ્યુ છે કે કોંગ્રેસના ટોપ નેતાઓ ક્યારેય પણ પેટાચૂંટણીમાં પ્રચાર માટે પહોંચતા નથી. આ વખતે પણ આવનાર નથી.
માત્ર પ્રદેશના નેતાઓ જ પેટાચૂંટણીમાં પ્રચાર કરનાર છે. પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીમાં પ્રચાર કરનાર નથી તે સંબંધમાં વાત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશીદ આલ્વીએ કહ્યુ છે કે જા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીમાં પ્રચાર કરશે તો અમે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાધી અને રાહુલ ગાંધીને પ્રચાર કરવા માટે કહીશુ. કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે પેટાચૂંટણીમાં સ્થાનિક નેતાઓ પુરતા પ્રમાણમાં પ્રચાર માટે ઉતરી જનાર છે. બીજી બાજુ ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવકતા શાહનવાજ હુસૈને કહ્યુ છે કે રાહુલ ગાંધી નથી. પ્રિયંકા ગાંધીને યુપી પરિણામને લઇને માહિતી છે. ચૂંટણીમાં હાર જીત તો થતી રહે છે.