કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરિયાને કોરોના પોઝીટીવ
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને ઉમેદવાર ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવેલા વધુ એક કોંગી ધારાસભ્યને કોરોના પોઝીટીવ આવતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયાં તેમની સારવાર થઈ રહી છે. ૧૯મી જૂનના રોજ ગાંધીનગર ખાતે રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકી મતદાન કરવા આવ્યા હતા તે દરમિયાન તેમને કોરોના હતો. ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવેલા ધારાસભ્યો કવોરન્ટાઈન થઈ ગયા હતા
ત્યારે જામજાધપુરના વધુ એક ધારાસભ્ય ઈમરાન કાલરિયાનો કોરોના પોઝીટીવ આવતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેઓ પણ ભરતસિંહના સંપર્કમાં આવ્યા હોવાથી કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરતસિંહ સાથે સંપર્કમાં આવેલા કોંગ્રેસના અન્ય એક અગ્રણી શક્તિસિહ ગોહિલે પોતાન હોમ કવોરન્ટાઈન કર્યા છે તો કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ ચેતન રાવલને કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું કહેવાય છે. તદ્ઉપરાંત અન્ય એક કોંગી અગ્રણી મૌલિન વૈષ્ણવને કોરોના પોઝીટીવ આવતા તેઓ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે.
દરમિયાનમાં કોંગી અગ્રણી ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવેલા તમામ કોંગી આગેવાનોની તપાસ કરવા માટે આરોગ્ય વિભાગ સક્રિય થયુ છે જરૂર પડે તેમના સંપર્કમાં આવેલા અગ્રણીઓને ‘હોમ કવોરન્ટાઈન’ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજયસભાની ચૂંટણી દરમિયાન ભરતસિંહ સોલંકીના સંપર્કમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો આવ્યા હતા વળી ભરતસિંહના સંપર્કમાં જે આગેવાનો આવ્યા હતા તેઓ પણ કોના-કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ કરાશે તેમ મનાઈ રહયું છે જાકે ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવેલા કોંગીના આગેવાનો પોતે જ હોમકવોન્ટાઈન થઈ ગયા છે.