કોંગ્રેસઃ ચૂંટણી ટાણે વિપરીત બુદ્ધિ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસ પક્ષમાં પરંપરાગત રીતે કમઠાણ શરૂ થઈ ગયું છે. કોરોના કાળમાં શાસકપક્ષની નબળી કામગીરીનો લાભ મળશે તેવી શેખચલ્લી વિચારોમાં રાયતા કેટલાંક તકસાધુઓ કોંગ્રેસ પક્ષને તોડવામાં સફળ થયાં છે. મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નેતાપદે “રોબોટ” બેસાડી રીમોટ પોતાના હાથમાં રાખવા ઈચ્છતા આ તકસાધુઓ હાલ પૂરતા સફળ થયા છે.
આવા લોકોની પક્ષ વિરોધી પ્રવૃત્તિ સામે હાઈકમાન્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મ્યુનિ.વિપક્ષી નેતા દિનેશ શર્માએ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. તથા હાલ પૂરતા કોંગ્રેસપાર્ટી નેતા અને દિશા વિહોણી બની ગઈ છે. જ્યારે દિનેશ શર્માના રાજીનામાથી ગેલમાં આવી ગયેલા લોકોએ પોતાના મનપસંદ કોર્પાેરેટરને વિપક્ષી નેતાપદે અપાવવા ગોડફાધરોના શરણે દોડી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
“ચૂંટણી ટાણે વિપરીત બુદ્ધિ” આ નવું સૂત્ર કોંગ્રેસ પક્ષ સાર્થક કરી રહ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશનની ચૂંટણી આડે ત્રણથી ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે જ કોંગ્રેસના બે ધારાસભ્યો પાર્ટીમાં ભાગલાં પડાવવામાં સફળ થયા છે. છેલ્લા બે વર્ષથી મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નેતા બદલવા માટે સમયાંતરે ત્રાગા કરતા બે મહાશયો સફળ થતા નહતા.
મ્યુનિ.ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશેતેમજ કોંગ્રેસના મેયર બનશે તેવી હવા મગજમાં ભરાઈ ગઈ હોવાથી પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ વિપક્ષી નેતા બદલવા જાેરશોરથી માંગ શરૂ કરી હતી. તેમજ દિનેશ શર્માને હરાવવામાં આવશે તો મ્યુનિ.ચૂંટણીમાં કોઈપણ ભોગે કોંગ્રેસને તેઓ સત્તા અપાવશે તેવા વચન આપીને હાઈકમાન્ડને ખુશ કરવામાં સફળ થયા છે.
આ બે ધારાસભ્યો પાર્ટી વિરોધી કાર્યવાહી કરી રહ્યા હોવા છતાં તેમની સામે હાઈકમાન્ડ દ્વારાકોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી કંટાળેલા વિપક્ષી નેતા દિનેશ શર્માએ સામેથી રાજીનામું આપ્યું છે. ચૂંટણી આડે ત્રણ-ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે તેથી પોતાના “રોબોટ” કહી શકાય તેવા કોર્પાેરેટરને અલ્પકાલીન વિપક્ષી નેતા બનાવવા માટે બે ધારાસભ્યો દોડધામ કરી રહ્યાં છે.
સૂત્રોએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે વિપક્ષી નેતાના રાજીનામા સુધી બંને ધારાસભ્યો સાથે દોડી રહ્યા હતા. પરંતુ હવે પોતાના કોર્પાેરેટરને નેતાપદ મળે તે માટે સામ-સામે લડી રહ્યા છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
દરમ્યાન એક ધારાસભ્ય તરફથી બહેરામપુરાના મહિલા ધારાસભ્ય કમળાબેન ચાવડાના નામની દરખાસ્ત કરવામાં આવી છે.જ્યારે અન્ય એક અતિમહાત્વકાંક્ષી ધારાસભ્ય દ્વારા પ્રથમ ટર્મના કોર્પાેરેટરોના નામ રજૂ કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ તપાસવા કોર્પાેરેટરની અણઆવડતનો ત્રણ-ચાર મહિનામાં જ મહત્તમ લાભ લેવાનો હોઈ શકે છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.