કોંગ્રેસના અગ્રણી નેતા અહેમદ પટેલ કોરોના પોઝીટીવ
નવી દિલ્હી, કોરોના મહામારી ધીમે-ધીમે કરીને હવે રાષ્ટ્રીય નેતાઓને પણ પોતાનાં ભરડામાં લઈ રહી છે.
ત્યારે હવે કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનો પણ રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે.
જેને પગલે તેમનાં સંપર્કમાં આવેલાં અન્ય નેતાઓને પણ કોરોના ટેસ્ટ કરાવા માટે તેમણે ભલામણ કરી છે. અહેમદ પટેલ હાલમાં દિલ્હી ખાતે રહે છે.