કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ભાજપમાં જાેડાવા સંપર્ક કર્યો
અમદાવાદ, ગુજરાતમાં શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના મહાસચિવ પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ભાજપમાં જાેડાવા માટે સંપર્ક કર્યો છે.
પ્રદિપસિંહ વાઘેલાએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક કોંગ્રેસી નેતાઓને શાસક પક્ષમાં સામેલ કરવાના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, જે સામાજિક અને રાજકીય નેતાઓએ સખત પરિશ્રમથી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે તેઓનું ભાજપમાં આવવા અને પક્ષમાં જાેડાવા સ્વાગત છે.
પ્રદિપસિંહ વાઘેલાએ અહીં રાજ્ય ભાજપના મુખ્યમથક કમલમ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સી.આર. પાટીલના નેતૃત્વમાં રાજ્ય ભાજપ અજેય રહ્યું છે, પછી તે વિધાનસભાની પેટાચૂંટણી હોય, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી હોય, નાગરિક ચૂંટણી હોય કે તાજેતરની ૩૦૦ થી વધુ સહકારી ચૂંટણીઓ હોય. ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલના સંભવિત રાજકીય પદાર્પણ અંગે પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય અગ્રણી વ્યક્તિ છે પરંતુ રાજકારણમાં જાેડાવું કે કેમ તે અંગેનો ર્નિણય તેમનો પોતાનો રહેશે.SSS