Western Times News

Gujarati News

કોંગ્રેસના ઉમેદવાર મુદ્દે હજુ અસમંજસ

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ગુજરાતમાં રાજકીય ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. તેમાં પણ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપતા હવે કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યાબળ ઘટીને ૬૮ પર આવી ગયું છે. જેને પગલે કોંગ્રેસના બે ઉમેદવારોમાંથી એકની હાર થઈ શકે છે. જેથી કોંગ્રેસે હવે રહી સહી પ્રતિષ્ઠા અને ઇજ્જત બચાવવા માટે કોઈ એક ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાવવું કે કેમ તે અંગે કોંગ્રેસમાં હાલ તો ભારે દ્વિધાભરી પરિસ્થિતિ  પ્રવર્તી રહી છે. આ સમગ્ર મામલે આજે કોંગ્રેસના ધારાસભ્યો અને નિરીક્ષકો વચ્ચે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં બન્ને ઉમેદવારને ચૂંટણી લડાવવી કે પછી કોઈ એકને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જા કે, રાજયસભાની ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ઉભા રખાયેલા શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીમાંથી કોઇ એકનું ફોર્મ પાછુ ખેંચાવવું કે કેમ તે અંગેનો અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડ શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા લેવાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ મુદ્દે ્‌સ્પષ્ટ કર્યું હતું કે, કોંગ્રેસના બંને ઉમેદવારોને લઇ જે ચર્ચા અથવા તો સ્થિતિ છે, તેને લઇ આખરી નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડ સોનિયા ગાંધી દ્વારા લેવામાં આવશે. સંભવતઃ આજે મોડી રાત સુધીમાં આ અંગેનો નિર્ણય લેવાઇ જવાની શકયતા છે.

બંને ઉમેદવારો મુદ્દે આજે મળેલી બેઠક પૂર્ણ થયા બાદ એક લાઈનનો ઠરાવ કરવામાં આવ્યો હતો. હાલ અસમંજસમાં મુકાયેલી કોંગ્રસે ઠરાવ હાઈકમાન્ડને મોકલી દીધો છે, અને હવે અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પર છોડ્‌યો છે. આમ હવે હવે શક્તિસિંહ ગોહિલ કે ભરતસિંહ સોલંકીમાંથી કોને ઉમેદવારી પાછી ખેંચાવવી અથવા તો બંનેને ચૂંટણી લડાવવી કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય સોનિયા ગાંધી લેશે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજ જયપુરના શિવ વિલાસ રિસોર્ટ ખાતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં અને કેન્દ્રીય નિરીક્ષકો બી. કે. હરિપ્રસાદજી અને રજની પાટીલની ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યોઓએ સર્વાનુમતે એક લીટીનો ઠરાવ પસાર કરી રાજ્યસભાના ઉમેદવારો અંગેનો નિર્ણય કરવાની સત્તા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સુપ્રત કર્યો છે. હાલ કોંગ્રેસના ૬૭ ધારાસભ્યો જયપુરની શિવ વિલાસ રિસોર્ટમાં રોકાયા છે.

જો કે ૬૮માં ધારાસભ્ય અંબરીશ ડેર જયપુર જશે નહીં. તેમણે પાર્ટીની મંજૂરી લઈને ગાંધીનગરમાં જ રોકાવાનો નિર્ણય કર્યો છે. આમ, કોંગ્રેસ પક્ષમાં પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ ભારે દ્વિધાભરી પરિÂસ્થતિનું નિર્માણ થયું છે, જેને ખાળવા પક્ષના દિગ્ગજા આકરી જહેમત ઉઠાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.