કોંગ્રેસના કારણે ભારતને પોતાની અનેક હેકટર જમીન ગુમાવવી પડી: અમિત શાહ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ભારત-ચીનની વચ્ચે સીમા પર જારી તનાવને લઇ ટીપ્પણી કરી હતી તેના પર પલટવાર
નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ૧૯૬૨માં આપવામાં આવેલ ખુદની સલાહ સાંભળવી જાેઇએ તે સમયે ભારત અને ચીનની વચ્ચે યુધ્ધના કારણે ભારતને પોતાની અનેક હેકટર જમીન ગુમાવવી પડી હતી.શાહની આ વાત રાહુલ ગાંધીના તે નિવેદન પર આવી છે જેમાં સાત ઓકટોબરે હરિયાણામાં કૃષિ કાનુનોના વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ભારત અને ચીનની વચ્ચે સીમા પર જારી તનાવને લઇ ટીપ્પણી કરી હતી.
અમિત શાહે કહ્યું કે ૧૫ મિનિટની અંદર ચીનીઓને બહાર કાઢવાની ફોમ્ર્યુલાને વર્ષ ૧૯૬૨માં જ લાગુ કરી શકાતી હતી જાે એમ કરવામાં આવ્યું હોત તો આપણે અનેક હેકટર ભારતીય ભૂમિને ગુમાવવાનો વારો ન આવ્યો હોત તે સમયના વડાપ્રધાને આકાશવાણી પર બાય બાય અસમ સુધી કહી દીધુ હતું. હવે કોંગ્રેસ અમને આ મુદ્દા પર કેવી રીતે શિક્ષા આપી શકે છે જયારે તમારા લોકો સત્તામાં હતાં ત્યારે આપણે ચીની સરકારના હાથોમાં આપણો વિસ્તાર ગુમાવી રહ્યાં હતાં.
બિહાર રેજીમેંટના જવાનોએ ૧૫-૧૬ જુનની રાતે ગલવાં ઘાટીમાં ચીનીઓને અતિક્રમણ કરવાથી રોકવામાં આવ્યા હતાં તેને લઇ શાહે કહ્યું કે મને ૧૬ બિહાર રેજિમેંટના સૈનિકો પર ખુબ ગર્વ છે ઓછામાં ઓછુ અમારા કાર્યકાળ દરમિયાન અમે મેદાનમાં ટકી રહ્યાં અને અમે સંધર્ષ કર્યો આ સૈનિકોએ વિપરિત મૌસમની સ્થિતિનો સામનો કર્યો અને આમારા દેશની રક્ષા કરી એ યાદ રહે કે આ દરમિયાન થયેલ હિંસક અથડામણમાં ભારતીય સેનાના ૨૦ જવાન શહીદ થયા હતાં.
શાહે એ પણ કહ્યું કે ભારતને આશા છે કે કુટનિતિક વાર્તાના માધ્યમથી બંન્ને દેશો વચ્ચે તનાવનું સદ્ભાવપૂર્ણ સમાધાન નિકળી શકે છે એ યાદ રહે કે સાત ઓકટોબરે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જાે અમે સત્તામાં હોત તો ચીન આપણા ક્ષેત્રની અંદર પગ મુકવાની હિંમત ન કરત નરેન્દ્ર મોદી કહે છે કે ભારતની જમીન પર કોઇ કબજાે થયો નથી જાે અમારી સરકતાર હોત તો ચીનની સેનાને ઉઠાવી બહાર ફેંકી દેત હવે એ જાેવાનું છે કે આ કામ મોદી કયારે કરે છે પરંતુ જયારે અમારી સરકાર આવશે તો દેશની સેના ૧૫ મિનિટમાં ચીની સેનાને બહાર પટકી દેશે.HS