કોંગ્રેસના ‘ચાણક્ય’ અહેમદ પટેલને મોડાસા શહેર કોંગ્રેસે શ્રદ્ધાંજલિ અર્પી પ્રાર્થના સભાનું આયોજન કર્યું
કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલનું ગઇ કાલે નિધન થયું હતું. આ પહેલા તેમને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનુ નિધન થયું હતું. ત્યારે મોડાસા શહેર કોંગ્રેસ દ્વારા મખદૂમ મલ્ટી પર્પઝ હોલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રાર્થના સભા યોજવામાં આવી હતી જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ ઇપ્રોલીયા સહીત શહેરના કોંગ્રેસી અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા