કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના ધરણાં

ગાંધીનગર, સ્વર્ણિમ સંકુલ ૧ ખાતે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સાથે કરણી મનમાં પ્રવેશના મુદ્દા પર બબાલ થઈ હતી. ત્રણ ધારાસભ્યોને પ્રવેશ કરતાં પહેલાં તેમને નોંધાવવાનું કહેતા સલામતી સ્ટાફ સાથે તકરાર થઈ હતી. ધારાસભ્યોએ સલામતી સ્ટાફમાં રજૂઆત કરતાં આખરે મામલો થાળે પડ્યો હતો.
જાેકે ધારાસભ્યોએ તેમની સાથે થયેલા ગેર વર્તન બદલ નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે સલામતી શાખાના પી.એસ.આઇ એમ બી સાલવીએ ધારાસભ્ય દ્વારા અપશબ્દો બોલવામાં આવતા મામલો બિચકયો હોવાની વાત કરી હતી. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ સ્વર્ણિમ સંકુલ ૧ ખાતે અચાનક ધરણાં પર બેસી ગયા હતા.