કોંગ્રેસના દાંતાના પુર્વ ધારાસભ્ય વસંત ભટોળ BJPમાં જોડાયા.
ગાંધીનગર, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ ની વિકાસની રાજનીતીથી પ્રેરાઇ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના મજબૂત સંગઠનથી પ્રેરાઇને આજે કોંગ્રેસના પુર્વ ઘારાસભ્ય વસંત ભટોળ આજે મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વસંત ભટોળ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી પહેરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
વસંતભાઇએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને માં અંબાની ચુંદડી અને અંબાજીમાતાની મુર્તિઆપી સ્વાગત કર્યુ તેમજ સાંસદ હરિભાઇ ચૌધરી. નંદાજી ઠાકોરએ ખેસ પહેરાવી પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કર્યુ વસંત ભટોળજી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ પહેર્યા પછી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, ભુલ થવી એ એક પ્રકૃતિ છે. અને ભુલને સુઘારવીએ પ્રગતી છે ભાજપ મારી માતૃ સંસ્થા છે આ સંસ્થાએ મને માતા સમાન પ્રેમ આપ્યો છે.
ભાજપ પાર્ટીથી દુર રહેવાથી મને પણ ખૂબ દુખ થયું હતું. ભારતીય જનતા પાર્ટીએ મને અસ્તિત્વ આપ્યુ છે પાર્ટીએ મને ઓળખ આપી છે અને આજે ફરી ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી કરુ છું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબનો આભાર માન્યો સાથે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ ગુજરાત રાજયના પુર્વમુખ્યમંત્રી આંનદી પટેલ તેમજ પ્રદેશના નેતાઓનો આભાર માન્યો. આજે દેશની વિકાસની શરૂઆત ગુજરાતના વિકાસથી થઇ છે.
દેશની પ્રગતીમાં ભાજપા પાર્ટીના કાર્યકરોનો ખૂબ સિંહ ફાળો છે. પક્ષથી દુર રહેવાની મારાથી જે ભૂલ થઇ હતી તેને સુઘારી આજે ભાજપામાં પ્રવેશ પ્રદેશના નેતાઓએ આપ્યો છે તે બદલ આભાર માન્યો અને પક્ષમાં કોઇ પણ જાતની શરત વગર જોડાયો છું અને પાર્ટી જે કામગીરી આપશે તે જવાબદારી સાથે નિભાવીશ. આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીઓ પ્રદિપસિંહ વાઘેલા, રજની પટેલ, વિનોદ ચાવડા.પ્રદેશના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, સાંસદ પરબત પટેલ, ધારાસભ્ય શશીકાન્ત પંડયા, બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી,જીલ્લા પ્રમુખ ગુમાનસિંહ, પુર્વ સાંસદો હરી ચૌધરી ,પ્રદેશના પ્રવકતા યમલ વ્યાસ, સહ પ્રવકતાઓ ભરતભાઇ ડાંગર,ડો રૂત્વીજ પટેલ સહિતના પ્રદેશના હોદેદારઓ ઉપસ્થિત રહ્યા હતા.