કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત નાજુક, આગામી ૨૪ કલાક મહત્વના
અમદાવાદ, કોંગ્રેસના અગ્રણી નેતા ભરત સોલંકીને શ્વાસ લેવામાં તકલીફ પડતા વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે.
ભરત સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રથમ વડોદરા ખાતેની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોંગ્રેસી અગ્રણી અને સિનિયર નેતા ભરતસિંહ સોલંકીને સિમ્સ હોસ્પિટલ ખાતે વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા. જ્યાં તેઓની સ્થિતિ સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે.
તેમને આપવામાં આવતા ઓક્સિજનના પ્રેશરમાં વધારો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ ભરતસિંહની તબિયત જાણવા સિમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓએ ભરતસિંહ સોલંકીની સારવાર કરી રહેલ મેડિકલ ટીમ સાથે મુલાકાત કરી હતી. ૨૨ જૂનના રોજ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ તેઓને તાત્કાલિક વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતું તેમની તબિયત વધુ લથડતા તેઓને થોડા દિવસમાં અમદાવાદ સીમ્સ હોસ્પીટલમાં ટ્રાન્સફર કરાયા હતા. ભરતસિંહને પ્લાઝ?મા થેરાપીના બે ડોઝ અપાયા છે. જોકે, પ્લાઝ?મા થેરપી બાદ પણ તબિયતમાં કોઈ સુધારો નથી તેવું તબીબોએ જણાવ્યું. ભરતસિંહ સોલંકી માટે આગામી ૨૪ કલાક મહત્વના બની રહેશે.