કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને આપનું ખુલ્લું આમંત્રણ
અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં આતંરિક વિખવાદ અને જૂથવાદને લીધે પાર્ટીના નવા અને યુવા નેતાઓને સાઇડ લાઇન કરવામાં આવે છે,આંદોલનકારીમાંથી મોટા નેતા તરીકે ઉભરી આવેલા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી જાેઇન્ટ કરી હતી પરતું પાર્ટીમાં જૂથવાદ અને તેમની સતત અવગણાના કરવામાં આવતા તે પાર્ટીથી ઘણા નારાજ ચાલી રહ્યા છે,આ મામલે તેમણે નારાજગી જાહેર કરી હતી અને પાર્ટીના ઘણા નેતાઓ તેમની અવગણના કરાતી હોવાથી ભારે નારાજ ચાલી રહ્યા છે.
હાર્દિક પટેલની જે પ્રમાણે નિવેદનબાજી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે કોંગ્રેસ છોડી દેશે. બે દિવસમાં હાર્દિક પટેલની બેઠક યોજાય તેવી ધારણા છે,હાર્દિક પટેલને આમ આદમી પાર્ટીએ ખુલ્લું આમંત્રણ આપ્યું છે, તેઓ પાર્ટી સાથે જાેડાઇ શકે છે.
આમ આદમીના પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું મોયું નિવેદન હાર્દિક મામલે સામે આવ્યું છે. ગોપાલ ઇટાલિયાએ વાતચીતમાં કહ્યું હતું કે જાે હાર્દિક પટેલને આમ આદમી પાર્ટી સાથે જાેડાવવા ખુલ્લું આમંત્રણ આપીએ છે. તેનને અમને ખભા પર બેસાડીશું, અમે હાર્દિક પટેલને પાર્ટીમાં જાેડાવવા માટે ખુલ્લું આમંત્રણ આપીએ થીએ.HS