કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને કોરોના વાયરસ થયો
દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે સામાન્ય લોકો, બોલીવૂડ સ્ટાર્સથી મોટા-મોટા નેતા આ જીવલેણ વાયસરની ચપેટમાં અવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. એન અ વિશે માહિતી તેઓએ ટ્વીટ કરીને આપી છે.રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને કહ્યું હતું કે, ‘હળવા લક્ષણો દેખાયા પછી મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.’ આ સાથે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષે તાજેતરમાં જ તેમના સંપર્કમાં આવેલા લોકોને કહ્યું છે કે તેઓ સલામત રહે અને સલામતીને લગતા તમામ નિયમોનું પાલન કરે.
રાહુલ ગાંધીના કોરોનો પોઝિટિવ બાદ સોશિયલ મીડિયા પર તેમના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલે કહ્યું કે, અમે બધા તમને ઝડપથી સ્વસ્થ થવાની પ્રર્થના કરીએ છીએ. આ સંકટ સમયે દેશને તમારા માર્ગદર્શનની જરૂર છે. તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. દેશ તેના નેતાની રાહ જાેઇ રહ્યો છે. ”
રાહુલ ગાંધીના કોરોનો પોઝિટિવ બાદ સોશિયલ મીડિયા પર તેમના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ એક ટિ્વટમાં કહ્યું છે કે, જ્યારે આખું ભારત કોરોનાની પકડમાં છે, તો પછી કોઈ પણ તેનાથી કોઈ બાકાત રહેવાનું શક્ય નથી, તમે હંમેશાં યોદ્ધાની જેમ દરેક પડકારનો સામનો કર્યો છે, મારા પર વિશ્વાસ કરો. એવું કહેવામાં આવે છે કે તમે કોરોનાને પણ ખૂબ જલ્દીથી હરાવશો, લાખો આઈવાયસી કાર્યકરોની પ્રાર્થના તમારી સાથે છે.