કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલે વૈષ્ણોદેવી ખાતે દર્શન કર્યા

જમ્મુ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી માતા વૈષ્ણવદેવીના દર્શન કરવા માટે જમ્મુ પહોંચ્યા છે.અહીંયા તેઓ રોકાણ પણ કરવાના છે અને જમ્મુમાં કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત પણ કરશે.
રાહુલ ગાંધી જાેકે ગાંધી પરિવારના પહેલા સભ્ય નથી જે માતા વૈષ્ણવદેવીના દર્શન માટે ગયા હોય.આ પહેલા દેશના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી પણ અહીંયા દર્શન કરી ચુકયા છે.
૧૯૭૦માં તેઓ અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમની ગુફામાંથી પસાર થતી વખતે લેવાયેલી તસવીર ખાસી ચર્ચાનો વિષય બની હતી.
રાહુલ ગાંધી છેલ્લા કેટલાક વર્ષોમાં મંદિરોમાં જઈ રહ્યા છે અને આ મુદ્દો ચર્ચાનો વિષય પણ બનતો રહ્યો છે.ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ તે પહેલા તેમણે રાજ્યના સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં સતત દર્શન કર્યા હતા.
રાહુલ ગાંધીએ તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ખીર ભવાની મંદિરમાં પણ દર્શન કરવા માટે ગયા હતા.રાહુલ ગાંધીની જેમ તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ જ્યારે-જ્યારે કોઈ રાજ્યના પ્રવાસે જાય છે ત્યારે ત્યાંના જાણીતા મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય છે.SSS