કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે ફરીથી શિવસેના અને NCP વિરુદ્ધ નિવેદન આપ્યું
મુંબઇ: ઠાકરે સરકારમાં સતત તકરાર થતી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પાટોલેએ ફરી એકવાર શિવસેના અને એનસીપી રુદ્ધ વાત કરી હતી. તેમણે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું હતું.
આ પહેલા પણ નાના પાટોલેએ કહ્યું હતું કે, કોંગ્રેસ મહાવીકાસ આઘાડી સાથે મળીને આગામી તમામ ચૂંટણીઓ નહીં લડે, પરંતુ પોતાની તાકાતે લડશે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની આ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી.
નાના પાટોલેએ ફરી એકવાર આ બંને સામે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. લોનાવાલામાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કરતાં નાના પટોલેએ કહ્યું હતું કે, કોંગ્રેસના તમામ કાર્યકરોએ યુતિ (શિવસેના-ભાજપ ગઠબંધન) અને આઘડી (કોંગ્રેસ-એનસીપી-શિવસેના જાેડાણ) ની ચિંતા કર્યા વગર કામ કરવા જવું જાેઈએ. જ્યારે મુખ્યમંત્રી તેમના જિલ્લા વડાઓને શિવસેનાને મજબૂત કરવા આદેશ આપે છે, ત્યારે બધું ચાલે છે. પરંતુ જાે હું મારા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે તેમની પોતાની તાકાતે ઉભા રહેવાની વાત કરું તો તેમનું કાળજું સળગી જાય છે.
નાના પટોલેએ અજિત પવાર તરફ ઇશારો કરતાં કહ્યું કે, પુનાના સંરક્ષક મંત્રી આપણાં નથી. આ પદ બારામતી વાળા પાસે છે. તેમના દ્વારા આપણા કેટલા કામ થયા છે? આવા સવાલ કરતી વખતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કાર્યકરોને પૂછ્યું, દરેક કાર્ય માટે સંરક્ષક મંત્રીની સહી જરૂરી છે. કોઈ પણ સમિતિમાં કોને લેવા તેના માટે પણ તેમની સહીની જરૂરી પડશે. ત્યારે તેઓ આપણી મદદ કરે છે? તમે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે યાદ રાખો.
આ સમસ્યાઓથી નિરાશ ન થાઓ, તેમને તમારી શક્તિ બનાવો. જાે આ લોકો (એનસીપી અને શિવસેના) આપણને અધિકાર આપતા નથી, તો તે ઠીક છે, આપણે મહેનત કરીને જ આપણો હક મેળવીશું. એમ કહીને નાના પટોલે ફરી એકવાર પોતાના કાર્યકરોને ‘એકલા ચલો રે’ ના નારા લગાવ્યા હતા.