કોંગ્રેસના બાકી વધેલા ધારાસભ્યોને ક્વોરન્ટીન કરવાની તૈયારી

ચૂંટણીના દિવસે મતદાન મથકે સીધા પરત લવાશે
ગાંધીનગર, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો તૂટી રહ્યા છે. ત્યારે બાકી બચેલા કોંગ્રેસના ધારાસભ્યોને ક્વોરન્ટીન કરવાની તૈયારી કોંગ્રેસના આગેવાનોએ શરૂ કરી છે. જેમાં ધારાસભ્યોના અલગ અલગ ગ્રુપ બનાવી તેમને સાચવવા (ક્વોરન્ટીન) કરવાની જવાબદારી પક્ષના અલગ અલગ નેતાઓને સોંપવામાં આવી શકે છે.
ચૂંટણીના દિવસે મતદાન મથકે સીધા પરત લવાશે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું રાજકીય સંકટ ઘેરૂ બનતું જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩ ધારાસભ્યોના રાજીનામાના પગલે કોંગ્રેસ હાઈમાન્ડ એકાએક હરકતમાં આવી ગયું છે અને બાકી બચેલા ધારાસભ્યોને સલામત રાખવા ગ્રૂપ બનાવીને જવાબદારી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણીના મતદાનના દિવસે જ આ ધારાસભ્યોને સીધા મતદાન મથક પર લાવવા સુધી તૈયારીઓ જવાબદારી સોંપવામાં આવી છે.
૬૪ ધારાસભ્યો એક સ્થળે રહી નહી શકે હાલ હોટલ-રિસોર્ટ ચાલુ ના હોવાથી ધારાસભ્યો ને કોઈ ફાર્મ હાઉસ પર જ લઈ જવા પડે તેમ છે, આ ઉપરાંત એક સાથે ૬૪ ધારાસભ્યો રાખી શકાય તેટલી સુવિધા એક સ્થળ પર ઉપલબ્ધ ન હોવાથી કોંગ્રેસના કેટલાક સંનિષ્ઠ આગેવાનોની ટીમ બનાવી ગ્રૂપવાઈઝ સલામત સ્થળે રાખવાનો નિર્ણય વધુ સલામત છે. તેવું લાગતા લગભગ ૧૦ જેટલા ગ્રૂપ બનાવીને ૬થી ૭ ધારાસભ્યનું એક જૂથ બનાવી દેવાયું છે,
જેની લીડરશીપ સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. શક્તિસિંહને જીત અપાવવા હાઈકમાન્ડની સૂચના કોંગ્રેસના જ સૂત્રોનું માનીએ તો હાઈક્માન્ડ દ્વારા શક્તિસિંહને જીતાડવા માટે સૌથી વધુ એકડા આપવાની સૂચના મળતા ભરતસિંહ સોલંકીની લોબી ફરી સક્રિય થઈ છે. ગઈકાલથી શરૂ થયેલી રાજીનામાની રાજનીતિના કારણે કોંગ્રેસ બન્ને બેઠકો મેળવવી ખૂબ જ અઘરી નહીં પરંતુ હારવાનું નિશ્ચિત બની ગયું છે. ભાજપ પોતાના મતોના જોરથી ત્રણેય બેઠકો જીતવાની વ્યૂહરચના કરી છે.
કોંગ્રેસના ધારાસભ્યોના વધુને વધુ રાજીનામા પડે બીજી બાજુ હાઈકમાન્ડના શક્તિસિંહને જીતાડવાની સૂચનાથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદનો ચરૂ ચરમસીમાએ ઉકળે તેવી શક્યતા છે.