અમદાવાદ: કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પુત્રએ આપઘાત કર્યો

Files Photo
અમદાવાદ,અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા અને કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કામિનીબેન ઝાના નાના પુત્ર રાજેશ ઝાની કેનાલમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
બે દિવસ પહેલા તેમનો પુત્ર ઘરેથી ગાયબ થયો હતો અને બીજા દિવસે સવારે ગાંધીનગર નજીકની કેનાલમાંથી લાશ મળતાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. કોર્પોરેટરના પુત્રએ શા માટે આત્મહત્યા કરી તેનું નક્કર કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
ગાંધીનગર પોલીસે આ મામલે હાલ અકસ્માતે મોત નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ શહેરના કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કામિનીબેન ઝા નવા નરોડા વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં બે પુત્રો છે. જેમાં નાનો પુત્ર રાજેશ તેમની સાથે રહેતો હતો. રાજેશને બે બાળકો છે.
બે દિવસ પહેલા રાત્રે જમીને પરિવાર ઘરે સુઈ ગયો હતો. બીજા દિવસે સવારે સાત વાગ્યે પરિવારજનો એ ઘરમાં જાેયું તો રાજેશ મળ્યો ન હતો, જેથી પરિવારજનો અને મિત્રો દ્વારા રાજેશની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સગા-સંબંધી અને તેના મિત્રોના ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. જાેકે રાજેશની કોઈ ભાળ મળી ન હતી.
બીજા દિવસે ગાંધીનગર નજીક આવેલી કેનાલ નજીક તેની લાશ મળી આવતા પરિવારજનો પર આફત આવી પડી હતી. પરિવારજનો તાત્કાલીક કેનાલ પર પહોંચ્યા હતા.
પોલીસને જાણ કરવામાં આવતા ગાંધીનગર પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. કોંગ્રેસના સ્થાનિક નેતાઓને પણ જાણ થતાં તેઓ પહોંચ્યા હતા. કોર્પોરેટરના પુત્રએ શા માટે આત્મહત્યા કરી આવે તેનું હજી સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી.hs3kp