કોંગ્રેસના વધુ ધારાસભ્ય ભાજપમાં જાેડાય તેવી શક્યતા
(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરજાેશમાં ખીલી છે. પરંતુ આ મોસમમાં ક્યાંક કોંગ્રેસને પાનખરનો સામનો કરવો ન પડે. હાલ કોંગ્રેસનો માહોલ પાનખર ઋતુ જેવો બન્યો છે. એક એક કરીને ગઢના કાંગરા ખરી રહ્યાં છે.
આ પક્ષપલટો લાંબો ચાલ્યો હતો ચુંટણી પહેલા જ કોંગ્રેસના સૂંપડા સાફ થઈ જશે. આવામાં કોંગ્રેસના વધુ ધારાસભ્ય કેસરિયા કરવા જઈ રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કેસરિયા કરી શકે છે. સ્થાનિક આગેવાનોને કમલમમાં હાજર રહેવા સૂચના અપાઈ છે.
સાથે જ સાંબરકાંઠા જિલ્લાના સાંસદો અને ધારાસભ્યોને પણ હાજર રહેવા ભાજપે સૂચના આપી છે. વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો કમલમમાં હાજર રહેવા તેવું આયોજન કરાયુ છે. તો પક્ષપલટા અંગે વિધાનસભાના કોંગ્રેસના દંડક સીજે ચાવડાએ કહ્યું કે અશ્વિન કોટવાલ સત્તા લાલચુ છે.
સત્તાની લાલચ આપી ભાજપ પક્ષપલટો કરાવે છે.અશ્વિન કોટવાલને આદિવાસી જનતા ક્યારેય માફ નહીં કરે. વિશ્વાસઘાતનો જવાબ ચૂંટણીના પરિણામોમાં મળી જશે. અશ્વિન કોટવાલ સતત ત્રણ ટર્મથી ખેડબ્રહ્મા બેઠક પરથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.
૨૦૦૭,૨૦૧૨ અને ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં જીતીને કોંગ્રેસના ધારાસભ્ય બન્યા છે. અશ્વિન કોટવાલનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જાેડાયેલો છે. અશ્વિન કોટલાવના પિતા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. અશ્વિન કોટવાલના પુત્ર પણ વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે.