કોંગ્રેસના ૯૭ ટકા ઉમેદવારો ડિપોઝીટ પણ ન બચાવી શક્યા
લખનૌ, ઉત્તર પ્રદેશમાં જે રીતે ભગવો લહેરાયો તેને ધ્યાને લઇ ૯૭% ઉમેદવારોને કે જે કોંગ્રેસના છે તેને જનતાનો જાેરદાર તમાચો લાગ્યો છે અને તેઓ તેમની ડિપોઝીટ પણ બચાવવામાં નિષ્ફળ નિવડ્યા હતા. રોજ નહીં સામે રાજકારણમાં નેતૃત્વની ત્રીજી ધારી પણ ઊભી થાય છે જેમાં આપ સામે આવી રહ્યું છે.
બહુજન સમાજ પાર્ટી એટલે કે બીએસપીના ૭૨ ટકા ઉમેદવારોએ પણ પોતાની ડિપોઝીટ ગુમાવી હતી. હાલ જે પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામ જાહેર થયું છે તેનાથી એવા સ્પષ્ટ થઈ રહી છે કે જનતાનો જનાદેશ ખરા અર્થમાં શું ઈચ્છી રહ્યો છે.
કોંગ્રેસનું બ્લુ નેતૃત્વ ભાજપની સાથોસાથ આમ આદમી પાર્ટી ને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે દિલ્હી બાદ આપને જે પદ મળ્યું તે બાદ હવે આમ આદમી પાર્ટીએ પંજાબમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે. કોંગ્રેસનો કે હાલ થયો છે તેને મુખ્ય કારણ એ છે કે જે નેતૃત્વ યોગ્ય રીતે થવું જાેઈએ તે થઇ શક્યું નથી પરિણામે દરેક રાજ્યમાં હવે કોંગ્રેસ ને ઘણી તકલીફો વેઠવી પડી રહી છે અને પક્ષ તરફથી લડતાં ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ થઈ ગઈ છે.
હવે ગુજરાતમાં જે વિધાનસભાની ચૂંટણી આગામી મહિનાઓમાં આવશે ત્યારે કોંગ્રેસની સામે આપનું પણ જાેર વધી શકે છે. તો દક્ષિણમાં આમ આદમી પાર્ટીને ઘણી નુકસાનીનો સામનો પણ કરવો પડશે જેનું મુખ્ય કારણ એ છે કે દક્ષિણ માં જે સ્થાનિક પક્ષીઓ છે તેનું પ્રભુત્વ ખૂબ જ વધુ છે.
ઉત્તર પ્રદેશમાં જે રીતે મોદી ફીવર ફરી જાેવા મળ્યો તેનાથી પ્રશ્નોનું નિવારણ થઈ ગયું છે પરંતુ હવે જરૂરી એ છે કે ભાજપ બાદ તે રીતે કોંગ્રેસનું પ્રભુત્વ જાેવા મળતું હતું તેમાં અનેક અંશે ઘટાડો થયો છે અને આમ આદમી પાર્ટી પોતાનો પગદંડો જમાવવા માં ઘણા ખરા અંશે સફળ પણ થયું છે જાે આગામી દિવસોમાં આ સ્થિતિ યથાવત રહેશે તો કોંગ્રેસે અને માંથી અસરનો સામનો પણ કરવો પડશે.HS