કોંગ્રેસની નીતી છે ઝધડા કરાવો અને રાજ કરો : અમિત શાહ
ગોવાહાટી: આસામ વિધાનસભા ચુંટણી માટે પહેલા તબકકાનું મતદાન ૨૭ માર્ચને રોજ થનાર છે ભાજપ અને કોંગ્રેસ તરફથી ચુંટણી પ્રચાર સતત ચાલી રહ્યો છે. આજે અહીં એક ચુંટણી સભાને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ આવે છે તો અશાંતિ આવે છે ભાજપ આવે છે તો વિકાસ આવે છે. જયારે એક અન્ય સભામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પાંચ વર્ષની કોઇ ઉપલબ્ધી ન ગણાવી શકનાર ભાજપ આસામમાં નકારાત્મક રાજનીતિ કરી રહી છે.
અમિત શાહે કહ્યું કે તમે પાંચ વર્ષ ભાજપને આપ્યા આજે આસામ વિકાસના માર્ગ પર ચાલી રહ્યું છે પાંચ વર્ષમાં શું એક પણ આંદોલન થયા કોઇ ગોળીથી મૃત્યુ પામ્યુ આતંકવાદ થયો છે તેનો અર્થ સ્પષ્ટ છે કે ભાજપ આવે છે તો વિકાસ આવે છે. તેમણે કહ્યું કે પાંચ વર્ષ પહેલા આસામમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે આંદોલન થયા ગોળીઓ ચલાવાઇ લોકો માર્યા ગયા દિવસો દિવસો સુધી કરફયુ લગતો રહેતો હતો.આતંકવાદ ચરમપર હતો વિકાસનું કયાંય નામોનિશાન ન હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસની નીતી છે
ઝધડો કરાવો અને તોડો અને રાજ કરો તેમણે અસમિયા બંગાળીઓની વચ્ચે ઝઘડો કરાવ્યો,અપર આસામ લોવર આસામ વચ્ચે ઝઘડો કરાવ્યો પરંતુ ભાજપની નીતિ છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અમિત શાહે કહ્યું કે આસામની ભાજપ સરકારે મોદીજીના નેતૃત્વમાં કોરોના સંક્રમણ સમયે જે રીતે આસામને બચાવ્યું તેના માટે હું મુખ્યમંત્રી જીને અભિનંદન આપું છે. બધાનું માનવુ છે કે આસામમાં આરોગ્ય સેવાઓ સારી નથી ત્યાં શું થશે પરંતુ અહીં આજે સૌથી ઓછા મામલા આવે છે.તેમણે કહ્યું કે કોંગ્રેસના દાંત બતાવવાનો જુદા છે અને ચાવવાના જુદા છે કોંગ્રેસને મત આપવાનો અર્થ અંધકાર લાવવાનો છે વિકાસ માટે નરેન્દ્ર મોદીનો હાથ પકડવો જાેઇએ.
દરમિયાન કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પાંચ વર્ષની કોઇ ઉપલ્બધી ન ગણાવનારા ભાજપ આસામમાં નકારાત્મક રાજનીતિ કરી રહી છે કોંગ્રેસ પાર્ટીએ સકારાત્મક પગલા ઉઠાવતા આસામના લોકોની પાંચ દેરંટી આપી આસામના સમાવેશી વિકાસનું એક રોડ મેપ આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપ માત્ર વાતો કરે છે જુઠ્ઠાણા ફેલાવે છે. મોદી સરકારના અહંકારને કારણે કિસાનો છેલ્લા બે મહીનાથી વધુ સમય સુધી આંદોલન કરી રહ્યાં છે મોદી સરકાર માત્ર બે ત્રણ ઉદ્યોગપતિઓના ઇશારે ચાલી રહી છે.