કોંગ્રેસની હાલત થાકેલા યોધ્ધા જેવી, અમે જ અસલી કોંગ્રેસઃ ટીએમસી

કોલકતા, કોંગ્રેસ અને મમતા બેનરજીની પાર્ટી ટીએમસી વચ્ચેનુ ઘમાસાણ વધુ ઉગ્ર બની રહ્યુ છે અને તેના કારણે બંને પક્ષો વચ્ચેના મતભેદો પણ વધી રહ્યા છે.
ટીએમસીના પ્રમુખ અને બંગાળના સીએમ મમતા બેનરજીએ તાજેતરમાં જ મુંબઈના પ્રવાસ દરમિયાન કહ્યુ હતુ કે, હવે કોંગ્રેસ સમર્થિત ગઠબંધન યુપીએનુ અસ્તિત્વ રહ્યુ નથી.
બીજી તરફ પાર્ટીએ પોતાના મુખપત્ર જાગો બાંગ્લામાં પણ હવે લખ્યુ છે કે, ટીએમસી જ અસલી કોંગ્રેસ છે.કોંગ્રેસ પાર્ટીની હાલત યુધ્ધમાં થાકેલા યોધ્ધા જેવી થઈ ગઈ છે.મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે સંસદમાં જે પણ કરવુ જાેઈએ તે માટે સક્ષમ રહી નથી.યુધ્ધ કરીને થાકી ચુકેલી કોંગ્રેસ પાર્ટી વિખેરાઈ રહી છે. હવે ભાજપ સામે ટીએમસી જ મુખ્ય વિપક્ષી પાર્ટી બની ચુકી છે.માટે ટીએમસી જ અસલી કોંગ્રેસ છે.
મુખપત્રમાં કહેવાયુ છે કે, ભાજપ સામે બંગાળમાં ટીએમસીએ જીત હાંસલ કરી છે. જ્યાં જ્યાં ભાજપનુ ઝેર પ્રસરી રહ્યુ છે તે રાજ્યોમાં ટીએમસી જઈ રહી છે.ભાજપનો સફળતાપૂર્વક મુકાબલો ટીએમસી જ કરી શકે તેમ છે.મમતાજી પણ કોંગ્રેસની ટીકા કરી ચુકયા છે.HS