Western Times News

Gujarati News

કોંગ્રેસને કોરોનાઃ વધુ એક ધારાસભ્યનું રાજીનામુ

પ્રતિકાત્મક તસવીર

(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયસભાની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ‘એક સાંધે ત્યાં તેર તૂટે” ની સ્થિતિ  સર્જાઈ છે એક પછી એક ધારાસભ્યોના રાજીનામા પડતા કેન્દ્રીય મોવડી મંડળ હચમચી ઉઠયુ છે દરમિયાનમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. મોડી રાત સુધી પ્રદેશની ટોચની નેતાગીરીના નિવાસ્થાને તબક્કાવાર બેઠકોનો દૌર ચાલ્યો હતો જેમાં કોઈ ચોક્કસ નિતિ ઘડાઈ શકી ન હતી અને અવઢવની પરિસ્થિતિ  જાવા મળી હોવાના અહેવાલો માધ્યમોમાં પ્રસારિત થયા હતા. સામાન્ય રીતે જે પ્રકારે રાજકીય ગણિતના મંડાણ થઈ રહયા છે તેને જાતા એક ચિત્ર સ્પષ્ટ થઈ રહયુ છે કે કોંગ્રેસના બે ઉમેદવારોમાંથી કોઈ એકની હાર નિશ્ચિત મનાઈ રહી છે. અલબત્ત આગામી દિવસોમાં કેવુ ચિત્ર ઉપસે છે તેના પર સ્થિતિનું નિર્માણ થશે

તેમ છતાં રાજકીય વિશ્લેષકોનું માનવુ છે કે કોંગ્રેસમાં એક પછી એક લગભગ ચાર ધારાસભ્યોએ તેમના પદ પરથી રાજીનામા ધરી દેતા પ્રવાહી પરિસ્થિતિનું  નિર્માણ થયું છે. તેથી જ ભાજપના ત્રણ ઉમેદવારોની તરફેણમાં વાતાવરણ સર્જાતા ત્રણેય ઉમેદવારો સરળતાથી ચૂંટાઈ શકે તેટલુ સંખ્યાબળ થઈ જશે. હાલમાં ધારાસભ્યોના રાજીનામાથી વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટીને ૬૮ થઈ ગયું છે.

દરમિયાનમાં કોંગી ધારાસભ્યોના એક પછી એક રાજીનામાથી ગુજરાત કોંગ્રેસમાં ધરતીકંપ સર્જાયો છે તેની અસર છેક દિલ્હી સુધી વર્તાઈ છે કોંગી હાઈકમાન્ડ ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિથી  ચિંતિત બન્યુ છે અને તેથી જ તેના બે રાજકીય આગેવાનો બી.કે. હરિપ્રસાદ તથા રજનીકાંત પાટીલને દિલ્હીથી વિશેષ દૂત તરીકે મોકલી રહયુ છે. તેમના આવ્યા પછી તેઓ ગુજરાત કોંગ્રેસના મોટા માથાઓ સાથે તબક્કાવાર બેઠકો યોજીને સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવશે. ત્યારપછી તેઓ પોતાનો અહેવાલ હાઈકમાન્ડને સુપ્રત કરશે. જાકે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા હવે શું કરવુ તેના પર વાતચીતનો ફોક્સ કેન્દ્રીત થશે.

બીજી તરફ જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોને જયાં રીસોર્ટમાં રાખવામાં આવ્યાં છે ત્યાં કેન્દ્રના સિનિયર આગેવાનો મુકુલ વાસનિક અને હરીશ સાંવત ધારાસભ્યો સાથે વિચાર-વિમર્શ કરી રહયા છે.  કોંગીના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટીને ૬૮ થઈ જતા ભા.જ.પ.ના ત્રીજા ઉમેદવારને કેટલો ફાયદો થશે તે જાવાનું રહેશે. જા ભા.જ.પ.ના ત્રીજા ઉમેદવારને જાઈતુ સંખ્યાબળ થઈ જશે તો કોંગ્રેસના ઉમેદવારનું શું થશે ?! તેને લઈને રાજકીય રીતે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે

ભાજપે તેના ત્રીજા ઉમેદવાર તરીકે માસ્ટર સ્ટોક મારીને નરહરિ અમીનને ઉતાર્યા છે. ભા.જ.પ.માં જાડતા પહેલા નરહરિ અમીન કોંગ્રેસના કદાવર નેતા તરીકે જાણીતા હતા ભા.જ.પ. તેમના રાજકીય સંપર્કોનો ઉપયોગ કરે તે સ્વાભાવિક છે બીજી તરફ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા અત્યંત પ્રવાહી સ્થિતિનું  નિર્માણ થઈ ગયુ છે. હજુ પણ આજે વધારે ધારાસભ્યો રાજીનામા આપે તો કોંગ્રેસ માટે સંકટ ઘેરાશે તે નકકી છે અને તેથી જ કોંગ્રેસના કેન્દ્રીય આગેવાનો દિલ્હીથી ગુજરાત આવી રહયા છે. કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અહેમદ પટેલ પળેપળનો અહેવાલ મેળવી રહયા છે

ગઈકાલે ગુજરાતના દિગ્ગજ નેતાઓ સિધ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયાને ત્યાં બેઠકોનો ધમધમાટ જાવા મળ્યો હતો જાકે કોંગ્રેસના સિનિયર આગેવાનો ‘સબ સલામત’ હૈ જણાવી રહયા છે. કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના પ્રયાસ થઈ રહયા છે તેવા આક્ષેપો થઈ રહયા છે તેની સામે ભા.જ.પ. જણાવી રહયુ છે કે કોંગ્રેસના ધારાસભ્યો તેમના પક્ષમાં આંતરિક ઘર્ષણને કારણે તથા ઉપેક્ષાથી વ્યથિત થઈને રાજીનામા આપી રહયા છે રાજકીય આક્ષેપો- પ્રતિ આક્ષેપોની વચ્ચે હવે બંને પક્ષો પોત પોતાના ધારાસભ્યોને સાચવવાનું કામ કરી રહયા છે.

કોંગ્રેસના લગભગ ચાર જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે હવે વધારે ધારાસભ્યો રાજીનામા આપે તો કોંગ્રેસમાં ઘેરી સ્થિતિ સર્જાય નહી તેને ધ્યાનમાં રાખીને તમામ ધારાસભ્યોને જયપુર લઈ જવાયા છે. ચૂંટણીની તારીખના આગળના દિવસે કદાચ તેમને પરત લવાય તેમ મનાય છે. કોંગ્રેસ માટે સૌથી મોટો પ્રશ્ન તેના બીજા ઉમેદવારને લઈને છે જા ભા.જ.પ. અંક ગણિતનો આંકડો મેળવવામાં સફળ થશે તો રાજયસભાની ત્રીજી બેઠક જીતી જવામાં સફળ થશે જા આમ થાય તો કોંગ્રેસમાં રાજકીય ઝલઝલાની સ્થિતિ  જાવા મળી શકે છે. રાજકીય વિશ્લેષકો પણ ગણિતના મંડાણ કરી રહયા છે કોંગ્રેસમાં ભંગાણને તેઓ જાઈ રહયા છે

આવા સંજાગોમાં કોંગ્રેસના બીજા ઉમેદવારને માટે કફોડી સ્થિતિનું   નિર્માણ થઈ શકે છે અને તેથી જ કેન્દ્રીય આગેવાનોના ગુજરાતમાં ધામા જાવા મળી રહયા છે કોંગ્રસ માટે બંને સીટો પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે ત્યારે ભા.જ.પ ત્રીજી સીટ પર વિજય મેળવશે તો રાજકીય સ્થિતિ  જ પર ઘણા મોટા ફેરફાર જાવા મળશે તે અપેક્ષિત મનાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.