કોંગ્રેસને જી ૨૩ કરતા મમતા, પવાર,જગન રેડ્ડીનો ભય છે
નવીદિલ્હી: દેશની સૌથી જુની રાજનીતિક પાર્ટી કોંગ્રેસ કદાચ પોતાના સૌથી ખરાબ દૌરમાંથી પસાર થઇ રહી છે પાર્ટીમાં નબળુ નેતૃત્વ,આંતરિક કલહ અને ચુંટણીઓમાં મળી રહેલ સતત હારે કોંગ્રેસનું કદ ઓછું કરી દીધુ છે. સ્થિતિ એ છે કે પાર્ટીના પોતાના જ ૨૩ નેતા બળવાખોર થઇ સતત હુમલો કરી રહ્યાં છે આ સમુહને જી ૨૩ના નામથી જાણવામાં આવે છે પરંતુ કોંગ્રેસ માટે જી ૨૩થી મોટો પડકાર જી ૩નો છે. આ ત્રણ નેતા છે મમતા બેનર્જી,શરદ પવાર અને જગન રેડ્ડી.હકીકતમાં આ ત્રણેય નેતા કોંગ્રેસની તુટનું જ પરિણામ છે જે હવે પોત પોતાના વિસ્તારમાં કોંગ્રેસથી પણ મોટી પાર્ટી બની ઉભરી આવ્યા છે.
વર્ષ ૧૯૯૮માં મમતા બેનર્જીએ કોંગ્રેસથી અલગ થઇ ઓલ ઇન્ડિયા તૃમણૂલ કોંગ્રેસની રચના કરી હતી તેના ૧૧ વર્ષ બાદ ટીએમસીએ સીપીઆઇએમને હરાવવા માટે કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યું આ ગઠબંધન સફળ રહ્યું અને ૧૯૭૭ બાદ પહેલીવાર ડાબેરી ફ્રંટને રાજયમાં બહુમતિ મળી નહીં ૨૦૧૧ વધાનસભા ચુંટણીમાં આ ગઠબંધને એકવાર ફરી લેફટ ફ્રંટને પરાજય આપ્યો આ દરમિયાન ટીએમસીએ પોતાનો આધાર મજબુત કર્યો અને ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસને આંચકો આપી એકલા હાથે ચુંટણી લઇ અને ૩૪ લોકસભા બેઠકો જીતી જયારે કોંગ્રેસ છથી ઘટીને ૪ પર આવી ગઇ આ વખતે ટીએમસીને સમર્થન આપનાર પશ્ચિમ બંગાળની ભાજપ વિરોધી અન્ય ક્ષેત્રીય પાર્ટીઓએ ચુંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.
ભલે જ કોંગ્રેસ પાછળ પડી રહી છે પરંતુ આમ છતાં તેના મતોની ટકાવારી ઠીક ઠીક છે અને આઠ મુખ્ય રાજયો હરિયાણા પંજાબ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ગુજરાત કર્ણાટક અને આસામમાં તે હજુ રણ ભાજપને સીધી ટકકર આપી રહી છે. પરંતુ ત્રણ મોટા રાજય પશ્ચિમ બંગાળમાં ટીએસી,મહારાષ્ટ્રમાં એનસીપી અને આંધ્રપ્રદેશમાં વાઇએસઆર કોંગ્રેસ જેવી મુખ્ય પાર્ટીઓ જાે કે કોંગ્રેસથી અલગ થઇને જ બની છે હવે ભાજપ માટે પડકાર બની રહી છે આ રાજયોનો ચુંટણી સંધર્ષ જાેવામાં આવે તો કોંગ્રેસ અહીં પોતાના જ લોકોથી લડતીનજરે આવી છે. જાે કોંગ્રેસ પોતાનાથી અલગ થયેલી આ પાર્ટીઓ સાથે સમજૂતિ કરે તો કદાચ આવનારા દિવસોમાં કોંગ્રેસના દિવસો ફરી બદલાઇ શકે છે.