Western Times News

Gujarati News

કોંગ્રેસને ફટકો: લઘુમતી સમાજના ૫૦૦ યુવાઓ AIMIM જોડાયા

મોડાસા: નગરપાલિકાના સંગ્રામ પહેલા પતંગે પંજાને ઈજા પહોંચાડી,

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે  ઉમેદવારોમાંની પસંદગી માટે રાજકીય પક્ષ મનોમંથન કરી રહ્યા છે જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ પણ થઇ ગયું છે ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસમાં ભારે ભડકો થઇ રહ્યો છે

મોડાસા નગરપાલિકાની ચૂંટણી માટે હજુ કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા નથી તે પહેલા જ કોંગ્રેસમાં ટીકીટની દાવેદારી કરનાર બે યુવા કાર્યકરો તેમના ૫૦૦ જેટલા યુવા સમર્થકો સાથે  કોંગ્રેસનો સાથ છોડી AIMIM માં “બહોત દિયા કોંગ્રેસ કા હાથ આઓ અબ ચલે મીમ કે સાથ” ના નારા  વાજતે-ગાજતે જોડાઈ જતા ગાત્રો થીજાવતી ઠંડીમાં પણ રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે મોડાસા શહેરમાં કોંગ્રેસ માટે  એક સાધો અને તેર તુટે તેવા હાલત જોવા મળી છે

મોડાસા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો હતો લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં વ્હાલા દવાલાની અને પાર્ટી ફંડના નામે ઉઘરાણું કરી રહી હોવાની અને પાર્ટી ફંડ આપે તેમને ટીકીટ આપવાની ચર્ચાએ જોર પકડ્યું છે

ત્યારે કોંગ્રેસમાંથી નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા બે યુવા કોંગ્રેસી કાર્યકરોને પાર્ટી ટીકીટ નહીં આપેનો અણસાર આવી જતા સોમવારે રાત્રે સમાજસેવી શીક્ષક એવા બુરહાન ચગન અને શોએબ જેથરા (લાલભાઈ વાયરમેન) તેમના ૫૦૦ થી વધુ યુવા કાર્યકરો સાથે  વાજતે ગાજતે AIMIM માં જોડાઈ ગયા હતા મખદુમ ચોકડી પર જશ્ન જેવો માહોલ જામ્યો હતો

AIMIM જોડાયેલ બંને યુવા કાર્યકર્તાઓ વોર્ડ.નં-૮ માંથી ચૂંટણી જંગમાં જંપલાવશે મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્પિત મતબેંકના યુવાનોએ કોંગ્રેસનો સાથ છોડતા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઓવૈસીની પાર્ટીએ ભારે ભંગાણ સર્જાતા નેતાઓ દોડતા થઇ ગયા છે મોડાસા શહેરના યુવાનોમાં સોમવારે રાત્રે AIMIMના કાર્યાલય પર પાર્ટીના સભ્ય બનવા માટે રીતસર પડાપડી કરી હતી

મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં  AIMIMI પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી જાય તો નવાઈ નહિ….!! મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIMIની એન્ટ્રી ભાજપ કોંગ્રેસનું સત્તા હાંસલ કરવાનું ગણીત પર ભારે પડી શકે છે ઓવૈસીની પાર્ટીના આગમનથી કોંગ્રેસને નગરપાલિકમાં મોટો ફટકો પડી શકે છે નું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.