કોંગ્રેસનો કચરો અમે લેવા માગતા નથી: કેજરીવાલ

નવી દિલ્હી, પંજાબની મુલાકાતે ગયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો છે. અમૃતસરમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, અમે કોંગ્રેસનો કચરો અમારી પાર્ટીમાં લેવા માંગતા નથી.નહીંતર સાંજ સુધીમાં કોંગ્રેસના ૨૫ ધારાસભ્યો અને બે થી ત્રણ સાંસદ આમ આદમી પાર્ટીમાં સામેલ હોત.
તેમણે કહ્યુ હતુ કે, દરેક પાર્ટીમાં એવુ થતુ હોય છે કે, જેમને ટિકિટ નથી મળતી તે નારાજ થઈ જાય છે.પાર્ટી તેમને મનાવે છે અને તેમાંના કેટલાક માની જાય છે તો કેટલાક નારાજ થઈને બીજી પાર્ટીમાં જતા રહે છે.કોંગ્રેસના ઘણા નેતાઓ અમારા સંપર્કમાં છે પણ અમારે કોંગ્રેસનો કચરો નથી જાેઈતો.
કેજરીવાલે આગળ કહ્યુ હતુ કે, જાે હું કોંગ્રેસનો કચરો લેવા માંગતો હોઉં તો ચેલેન્જ આપુ છું કે, આજે સાંજ સુધીમાં કોંગ્રેસના ૨૫ ધારાસભ્યો મારી પાર્ટીમાં સામેલ થઈ શકે છે.અમારા તો બે જ ધારાસભ્યો કોંગ્રેસમાં ગયા છે પણ કોંગ્રેસના તો ૨૫ ધારાસભ્યો અને બે થી ત્રણ સાંસદ અમારા સંર્પકમાં છે. તેમણે કહ્યુ હતુ કે, પાર્ટીઓ ચૂંટણી નજીક આવે પછી જ મુખ્યમંત્રી તરીકેના ઉમેદવારની જાહેરાત કરતી હોય છે.
બધા જ રાજ્યોમાં આ સ્થિતિ છે પણ હું ભરોસો આપુ છું કે, આમ આદમી પાર્ટીનો સીએમ કેન્ડીડેટ અન્ય પાર્ટીઓ કરતા પહેલો જાહેર કરવામાં આવશે.SSS